*વિધાનસભા ચૂંટણી સંદર્ભે પ્રાંત કચેરી, ડીસા ખાતે હેલ્પલાઈન નંબર શરૂ કરાયોઃ હેલ્પલાઈનના ફોન નંબર- ૦૨૭૪૪-૨૩૦૪૦૦ સંપર્ક કરી શકાશે*

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

(માહિતી બ્યુરો, પાલનપુર)   

           વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે. ૧૩ -ડીસા વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૨૯૦ મતદાન મથકોએ ચૂંટણી યોજાનાર છે. આ કામે ઉમેદવારો તેમજ મતદારોને જરૂરી માર્ગદર્શન સમયસર મળી રહે તે માટે ચૂંટણી અધિકારી અને પ્રાંત કચેરી, ડીસા ખાતે હેલ્પલાઈન શરૂ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઈનનો ફોન નંબર- ૦૨૭૪૪-૨૩૦૪૦૦ છે. તેમ ૧૩-ડીસા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી એન.એચ.પંચાલે અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા