સુરેન્દ્રનગરની એલઆઇબી શાખાના એએસઆઇનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. પોલીસ કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરતા એએસઆઇ શૈલેષકુમાર રાવલની અચાનક અને અણધારી વિદાયથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે જ્યારે પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેના આંદોલન સમયે તેઓ ચર્ચામાં આવ્યા હતા અને તેમને સસ્પેન્ડ કરીને દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી દેવાઈ હતી. બદલીના ઓર્ડર વખતે પણ સુરેન્દ્રનગર પોલીસમાં અકારણ બદલી કરાયાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. નિવૃત્તિના દોઢ વર્ષ પહેલાં અને બદલીના અંદાજે દોઢ મહિના પછી રાવલનું અવસાન થતાં પોલીસબેડામાં કચવાટ અને ગણગણાટ શરૂ થયો છે.એએસઆઇ શૈલેષકુમાર રાવલના અંતિમ સંસ્કારમાં પોલીસ પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંતિમ વિદાય આપી હતી. પોલીસ કર્મચારીઓમાં ચાલતી ચર્ચા પ્રમાણે ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં તેમણે કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇ સહિતના પ્રશ્નો માટે તેમણે ઉપર સુધી લડત ચલાવી હતી. ગ્રેડ પેના સોગંદનામા મુદ્દે ચર્ચામાં આવ્યા બાદ તેમને સસ્પેન્ડ કરાયા હતા. ત્યાર પછી 5 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા ખાતે તેમની બદલી કરાઈ હતી. પોલીસમાં ચાલતી ચર્ચા પ્રમાણે સજાના ભાગરૂપે તેમની જિલ્લા બહાર બદલી કરાઈ હતી. જોકે, તેઓ રજા પર ઊતરી ગયા હતા. નોકરીનાં દોઢ વર્ષ બાકી હતાં ત્યારે આ રીતે બદલી કરાતાં તેઓ વ્યથિત હોવાની વાત પણ બેડામાં ચર્ચાઈ રહી હતી.જે-તે વખતે તેમની બદલી અટકાવવા રજૂઆતો પણ કરાઈ હતી અને વિવાદ પણ થયો હતો. આ મુદ્દે પોલીસ કર્મચારીઓએ ‘બદલી શા માટે કરવામાં આવી’ તે અંગે સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકી વિરોધ પણ દર્શાવ્યો હતો. સાથે જ પોલીસ લાઇન પરિવારે જિલ્લા પોલીસ વડા કચેરીએ હલ્લાબોલ કરી રજૂઆત પણ કરી હતી. દરમિયાન તેમના આકસ્મિક અવસાનથી પોલીસ લાઇન પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कार-पिकअप में भिड़ंत, पिता-पुत्र समेत 3 की मौत:12 साल का बच्चा और ड्राइवर घायल, गाड़ी में बुरी तरह फंसे शव
श्रीगंगानगर में शनिवार सुबह 7 बजे कार-पिकअप की आमने-सामने भिड़ंत में एक ही परिवार के 3 लोगों की...
ৰঙিয়াৰ কেকেনিকুছিত জব্দ বৃহৎ পৰিমাণৰ নিষিদ্ধ হেৰইন। এজনক আটক।
ৰঙিয়াৰ কেকেনিকুছিত জব্দ বৃহৎ পৰিমাণৰ নিষিদ্ধ হেৰইন। এজনক আটক।
भण्डाफोड़ संचालक गिरफ्तार अवैध असलहा फैक्ट्री का
जनपद आजमगढ़ के थाना देवगांव में,भण्डाफोड़ संचालक गिरफ्तार अवैध असलहा फैक्ट्री का।मालूम होकि जनपद...
Kawasaki Ninja ZX-4R की आज से शुरू हुई डिलीवरी, जानें इस बाइक में क्या है खास
इस स्पोर्ट्सबाइक को पावर देने के लिए 399 सीसी का लिक्विड-कूल्ड फोर-स्ट्रोक इन-लाइन इंजन का...