દિયોદર ખાતે શ્રી મદ્ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ શ્રીમદ્ ભાગવત કથા અંતર્ગત પોથીયાત્રા યોજાઈ દિયોદર ખાતે આવેલ શ્રી ગજાનન ગૌશાળામાં 2500 થી પણ વધારે ગાયોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે ગૌ શાળા ના લાભાર્થે શ્રી મદ્ ગૌભાગવત કથા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દિયોદરમાં આવેલ શ્રી ગજાનન ગૌ શાળા ખાતે શ્રી ગજાનન ગૌસેવા આશ્રમમા પરમ શ્રધ્ધેય ગૌઋષિ સ્વામીશ્રી દત્તશરણાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડાની પાવન પ્રેરણાથી શ્રી મદ્ ગૌભાગવત સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તા. 9 જાન્યુઆરી થી તા.15 જાન્યુઆરી સુધી કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોષી (સુરાણા) દ્વારા ગૌ ભાગવત સત્સંગનું રસપાન કરાવશે કથા ના પ્રારંભ સૌ પ્રથમ પોથીયાત્રા તિરુપતિ ગ્રીન બંગ્લોજ થી શ્રી ગજાનન ગૌ શાળા સુધી ડી જે ના તાલે નિકળી હતી. કથામાં શુભારંભ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી શ્યામસ્વરૂપ બાપુ (ગંગનાથ મહાદેવ ઉજનવાડા) અને પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ (રવીયાણા) તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી (સુરાણા) સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમા કપિલ ભગવાન નો જન્મ,નરસિંહ પ્રાગટ્ય,વામન પ્રાગટય અને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ,ગૌવર્ધન પૂજા,રૂકમણી વિવાહ,નારાયણ યજ્ઞ,સુદામા પ્રસંગ કરવામાં આવશે કથા નો સમય બપોરે 12.00 થી 4 કલાક દરમિયાન ગૌ ભાગવત કથાનું રસપાન કરાવશે દરેક ધર્મપ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામ ગૌ ભકતો ને કથા રસપાન કરવા માટે હાર્દિક અનુરોધ છે.

અહેવાલ : લલિત દરજી