જી.સી. ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1 થી 8 માં વાર્તા સ્પર્ધા અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાએ વાર્તા કથન અને વાર્તા લેખન સ્પર્ધા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અંબાલી ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લાના દરેક તાલુકામાં પ્રથમ વિજેતા બાળકોએ ભાગ લીધો હતો. કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શેખ અનાયાબાનુ જાવેદખાન ધોરણ ૧-૨ ના વિભાગ વાર્તા કથનમાં પ્રથમ નંબર મેળવી શાળા તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યુ છે.