કાલોલ ના પુરાણી ફળિયામાં રહેતા શૈલેષકુમાર ભગાભાઈ કંસારા દ્વારા જંત્રાલ ગામે રહેતા અરવિંદસિંહ પ્રતાપસિંહ રાઠોડ સામે કાલોલ કોર્ટમાં કરેલ ફરિયાદની વિગતો જોતા ફરિયાદી કાલોલ ખાતે વાસણોનો વેપાર કરે છે. અને અરવિંદસિંહ પ્રતાપસિંહ રાઠોડ તેઓના દુકાન પરથી વાસણ ખરીદતા હોવાથી મિત્રતા થઈ હતીવર્ષ ૨૦૨૧ મા આરોપી અરવિંદસિંહ ને મોર્ગેજ માથી મિલકત છુટી કરાવવા નાણાંની જરૂર પડતા રૂ ૭૬,૫૦૦/ ઉછીના આપેલા અને ત્યારબાદ પોતાની જમીન એન એ કરાવવા માટે બીજા રૂ ૪,૦૦,૦૦૦/ આપેલા આમ કુલ મળીને રૂ ૪,૭૬,૫૦૦/ ઉછીના આપેલા અને પરત આપવાનો પાકો વિશ્વાસ આપ્યો હતો. પરંતું પરત ન આપતા ફરિયાદી શૈલેષ કુમારે નાણા પરત આપવા વિનંતી કરતા આરોપી અરવિંદસિંહ રાઠોડ પોતાના ખાતાનો રૂ ૪,૭૬,૫૦૦/ નો ચેક લખી આપેલો જે ચેક ફરિયાદી એ પોતાના ખાતામાં ભરતા અપૂરતા ભંડોળને કારણે પરત આવેલો જે બાબતે ફરિયાદીએ કાયદેસરની નોટિસ આપ્યા બાદ કાલોલ કોર્ટમાં પોતાના એડવોકેટ એસ એસ શેઠ મારફતે ફરિયાદ દાખલ કરી હતી. આરોપીના વકીલ દ્વારા કરેલી ઉલટ તપાસ દરમિયાન ફરિયાદીએ આક ૨૪ વાળુ ફરિયાદી અને આરોપી વચ્ચેનો રૂ ૪,૭૬,૦૦૦/ ના વ્યવહાર અંગેનો બાહેધરી કરાર કોર્ટમાં રજૂ કરેલો જેમાં ફરિયાદી અને આરોપી ઉપરાંત બે સાક્ષીઓની પણ સહી હતી. વધુમાં ચાલુ કેસ દરમિયાન આરોપીએ રૂ ૧,૩૦,૦૦૦/ ફરિયાદીને ચૂકવી આપ્યા હતા અને તે અંગેની પુરસીસ આક ૧૭ થી કોર્ટે મા રજૂ કરી હતી જેમાં ફરિયાદી અને આરોપીની સહી હતી. ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણું નિઃશંકપણે પુરવાર કરેલ હોવાની તમામ હકીકતો અને ફરિયાદીના એડવોકેટ એસ.એસ શેઠ દ્વારા કરવામાં આવેલ કાયદાકીય દલીલો ને આધારે તથા એપેક્ષ કોર્ટોના જુદા જુદા ચુકાદાઓને આધારે કાલોલ ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર જી યાદવે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ બાકી રહેલ રૂ ૩,૪૬,૫૦૦/ નું વળતર ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.