સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.