ભૂસ્તર વિભાગ દ્વારા મહુવા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર વેપલા પર રેડ પાડી કડક કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કરતા ભૂમાફિયાઓમાં.ફફડાટ ફેલાય ગયો હતો.ગુરુવારના રોજ સવારે પણ સિનિયર ભૂસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલની સૂચના આધારે કચેરીના કર્મચારી હિતેશભાઈ પટેલ,બિપિન કાછડિયા અને માંગીલાલ સુથાર દ્વારા મહુવા ગામે બાતમીવાળા સ્થળે રેડ પાડી હતી.ભૂસ્તરવિભાગની રેડ દરમિયાન ઘટના સ્થળેથી ગેરકાયદેસર માટી ખનન કરતા 3 જેસીબી મશીન મળી આવ્યા હતા. ભૂસ્તર વિભાગની રેડના પગલે માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.માટી ખનન અંગેની પરવાનગીના કોઈ કાગળ ન મળતા ભૂસ્તર વિભાગ દ્વારા ઘટના સ્થળેથી કુલ્લે 60 લાખ રૂપિયાની મતાનો મુદામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહી જોઈ માટી ચોરોમાં ફફડાટ ફેલાય ગયો હતો.