બોધ પ્રેરક અને દ્રસ્ટાન્તરૂપ અને દરેક સમાજ મહિલાઓને પ્રેરણાદાયક કહાની જો કહી શકાય એવી કહાની આમજો જોવા જઈએ તો.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ઘેસપુર ગામના નામે બાવકુભાઇ વરૂ પોતાના પંખીના માળા જેવા પરિવારમાં સંતાનોમાં બે દીકરા અને એક દીકરી સાથે રહી પોતાના બાપદાદાની પૉતીકી વરસાદ આધારિત ખેતી કરી પોતાનો જીવન નિર્વાહનું ગાડું ગબડાવ્યે જતા હતા.
પરંતુ કેમ જાણે આ પરિવાર ઉપર કુદરતની કફા મરજી કહો કે કોઈની મીઠી નજર લાગીહોય તેમ
બાવકુભાઇ ને અચાનક બીમારી લાગી અને ઘરમાં મોભી કહો કે કમાનાર એકજ વ્યક્તિ એવા બાવકુભાઇ હિસ્ટોરિયા નામક બીમારીનો ભોગ બનતા પોતે માંદગીના બિછાને પડ્યા.
ઘરમાં કમાનાર કોઈના મળે અને દવાદારુ ના ખર્ચા પાણીને અને પાંચ જણાના પરિવારના ભરણ પોષણને પહોંચી વળવા આવકનો કોઈ સ્તોત્ર ન રહેતા પોતાના ઘરના સર-સામાન,દર- દાગીના, વહાલી ચીજ વસ્તુઓ કે જે પોતાની રોજી રોટીનું સાધન એવી જમીન સહીતની ચીજ વસ્તુઓ વેચાઈ ગઈ
તેમ છતાં બીમારીએ પીછોના છોડતાં અંતે બીમારી જીવલેણ સાબિત થઇ અને બાવકુભાઇનું "દેહાંત" (મૃત્યુ) થયું.
હવે બહેનબા ધનકુંવરબાની કુદરત જેમ અગ્નિ પરીક્ષા લેતો હોય તેમ પોતાના નાના-નાના સંતાનો ને મોટા કરવા, ભરણ- પોષણ, ભણાવવા-ગણાવવા જેવી તમામ જવાબદારીઓનો બોઝ વહન કરવાની જવાબદારી સંપૂર્ણ પણે બહેનબા ધનકુંવરબાબેનને શિરે આવી પડ્યો,
મર્યાદાની મુરત કહેવાય તેવા સમાજમાં ઘરનો ઉંબરો ઓળંગવામાં પણ મર્યાદા લાગુ પડે તેવા રૂઢિચુસ્ત કાઠી ક્ષત્રિય સમાજમાં "સ્ત્રી" એમાં પણ માથે "વિધવા"નુંબિરુદ સાથે જવાબદારી નિભાવવી ખુબજ કઠિન કહી શકાય.
આમ માથે આવેલી જવાબદારીને ભલી ભાંતી નિભાવવા કાઠી ક્ષત્રિય સમાજના આ મહિલા પોતાના પરિવારનુ ગુજરાન ચલાવવા ઘર બહાર નીકળી દિવસ રાત તનતોડ મહેનત કરી પોતે ખેત મજુરીનુ કામ શરૂ કર્યુ.પેટે પાટા બાંધી મજુરીનુ કામ કરવાનું શરૂ કર્યું.
છતા ધનકુવરબાબેને હિમત નહી હારી પુત્રને કહ્યું તારે ભણવાનુ જ છે. આર્થિક સ્થિતિ સારી ન હોય પુત્ર કનુ હિરા ઘસવા પણ બેસી ગયો. માતા દિવસે મજુરી કરે અને રાત્રે ભરત ગુંથણ અને સિલાઇ કરે. આ કમાણીમાથી એક દીકરીના લગ્ન પણ કર્યા.
પણ ધનકુંવરબાબેનને પણ ખટકો એ હતો કે કનુ ભણશે નહી તો કુટુંબનો ઉધ્ધાર નહી થાય.
આખરે કનુ વરૂએ પણ માતાનુ સપનુ પુરૂ કરવા ભણતર આગળ ધપાવ્યુ અને આજે એલ.એલ.બી બની વકિલાત કરી રહ્યાં છે.
હવે ઘરની ગાડી ધીમેધીમે પાટા પર ચડી રહી છે. જો કે માતા, પત્ની અને ત્રણ બાળકો સાથે આ પરિવાર આજે પણ પતરાની ઓરડીમા રહે છે.
આવક નો કોઈ સ્તોત્ર ન હોય આ પરિવાર એક ટાઇમ જમતો જયારે કનુભાઇએ અભ્યાસ આગળ ધપાવ્યો ત્યારે માત્ર માતાની મજુરીની આવકમાથી ગુજરાન ચાલતુ. જેના કારણે પરિવાર માત્ર એક ટાઇમ ભોજન લેતો હતો.
સ્કુલ સંચાલકે ન લીધી એકપણ રૂપિયાની ફી
સાવરકુંડલાની સનરાઇઝ સ્કુલમા પ્રતાપભાઇ ખુમાણે જયાં સુધી કનુભાઇ ભણ્યાં ત્યાં સુધી એક રૂપિયાની ફી લીધી ન હતી.અને યુનિફોર્મથી લઇ પાઠય પુસ્તકો પણ બિલકુલ ફ્રીમાં આપ્યા હતા.
આજે હાલમાં પણ સાવરકુંડલામાં આવેલી સનરાઇઝ સ્કૂલ માં વકીલ સાહેબ કનુભાઇ વરૂ ના સંતાનો ભણી રહ્યા છે. તેઓ ની પણ ફી પણ આ સ્કૂલમાં લેવામાં આવતી નથી
અને એ વાત ની પ્રત્યક્ષ સાબિતી થઈ આવેછે કે માનવતા હજુ સુધી મરી પરવારી નથી અને દરેકના અંતરાત્માંંમાં ભગવાન શ્રી શિવ,રામ-કૃષ્ણ કે સહજાનંદ,નિજાનંદ સ્વરૂપે સ્થિત અસ્તિત્વ માં વ્યાપી રહ્યો છે, વસી રહ્યો છે,
ધન્ય છે આ વિરલ વ્યક્તિત્વ એવા કાઠી વીરાંગના ધનકુંવરબાબેનને તેમના વિરલ વ્યક્તિત્વને વંદન સાથ આ લેખ તેમના ચરણોમાં અર્પણ
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.