દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીની સીબીઆઈ તપાસના આદેશ બાદ રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે અને આજે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી કેજરીવાલ સરકારે પોતાના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસાદિયાનો બચાવ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર તેમને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે.
કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયા પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે પહેલીવાર જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારે દિલ્હીમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ હતી. શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ દિવસ-રાત મહેનત કરીને દિલ્હી સરકારની સરકારી શાળાઓને સારી બનાવી છે. તેમણે એવી રીતે કામ કર્યું કે ગરીબ અને અમીર બંનેના બાળકોને એક જ પ્રકારનું શિક્ષણ મળે. હવે અમીર અને ગરીબ બંનેના બાળકો એક જ બેંચ પર બેસીને ભણે છે.
મનીષ સિસોદિયાએ માત્ર દિલ્હીની શાળાઓ જ ઠીક કરી નથી, તેમણે દેશના કરોડો બાળકોને આશા આપી છે કે સરકારી શાળાઓ પણ સારી થઈ શકે છે. સવારે 6 વાગ્યે મનીષ સિસોદિયા અલગ-અલગ શાળાઓની મુલાકાત લેવા તેમના ઘરેથી નીકળે છે. આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે સવાલ કર્યો હતો કે કોણ ભ્રષ્ટાચારી છે જે સવારે 6 વાગે શાળાઓની મુલાકાતે જાય છે અને બાળકોનું ભવિષ્ય બનાવે છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી જેલથી ડરતી નથી. અમે ભગતસિંહને અમારા આદર્શ માનીએ છીએ, જેમણે અંગ્રેજો સામે ઝુકવાની ના પાડી અને ફાંસી પર લટકાવી દીધા, અમે જેલથી ડરતા નથી, અમે ઘણી વખત જેલમાંથી આવ્યા છીએ.
મનીષ સિસોદિયાએ માત્ર દિલ્હીની શાળાઓ જ ઠીક કરી નથી, તેમણે દેશના કરોડો બાળકોને આશા આપી છે કે સરકારી શાળાઓ પણ સારી થઈ શકે છે. સવારે 6 વાગ્યે મનીષ સિસોદિયા અલગ-અલગ શાળાઓની મુલાકાત લેવા તેમના ઘરેથી નીકળે છે. આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે સવાલ કર્યો હતો કે કોણ ભ્રષ્ટાચારી છે જે સવારે 6 વાગે શાળાઓની મુલાકાતે જાય છે અને બાળકોનું ભવિષ્ય બનાવે છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી જેલથી ડરતી નથી. અમે ભગતસિંહને અમારા આદર્શ માનીએ છીએ, જેમણે અંગ્રેજો સામે ઝુકવાની ના પાડી અને ફાંસી પર લટકાવી દીધા. અમે જેલથી ડરતા નથી, અમે ઘણી વખત જેલમાંથી આવ્યા છીએ.
સીએમ કેજરીવાલે કહ્યું કે આ લોકો હાથ ધોઈને અમારી પાછળ પડ્યા છે. ખબર નહીં કેટલા ધારાસભ્યોને જેલમાં મોકલવામાં આવ્યા છે, બધા મુક્ત થઈ ગયા છે. તેઓએ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે, હવે તેઓ મનીષ સિસોદિયાની ધરપકડ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે,આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રામાણિક છે. આખા દેશને આ વાતની ખાતરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના લોકો ઈમાનદાર છે. આ લોકો ખોટા કેસ કરીને આમ આદમી પાર્ટી પર કાદવ ઉછાળવા માંગે છે. પંજાબમાં જ્યારથી આમ આદમી પાર્ટીની જીત થઈ છે ત્યારથી આખા દેશમાં આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. તેઓ આમ આદમી પાર્ટીને દેશમાં વધતી રોકવા માંગે છે. પરંતુ તે ગમે તે કરે, આમ આદમી પાર્ટીને દેશભરમાં ફેલાતા કોઈ રોકી શકશે નહીં.
દિલ્હીના કામોની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આથી તેઓ પહેલા દિલ્હીના આરોગ્ય મંત્રીને જેલમાં ધકેલી દે છે અને હવે શિક્ષણ મંત્રીને જેલમાં ધકેલી દેવા માંગે છે. પરંતુ હું દિલ્હીની જનતાને ખાતરી આપવા માંગુ છું કે દિલ્હીમાં વિકાસનું કામ અટકશે નહીં. ટૂંક સમયમાં જ સત્યેન્દ્ર જૈન જેલમાંથી મુક્ત થશે અને પહેલાની જેમ તેમનું કામ ચાલુ રાખશે.