આઇ.ટી. એકટના અનડીટેકટ ગુનાના આરોપીને ટેકનીકલ સર્વેલન્સ આધારે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી આરોપી પાસેથી રોકડા રૂપિયા- ૬૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન મળી કુલ કી.રૂ.૭૩,૦૦૦/-ની મતાનો મુદ્દામાલ રીકવર કરતી ખટોદરા પોલીસ-
મે પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી કે.એન.ડામોર સેકટર-૦ર સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશરશ્રી સાગર બાગમાર ઝોન-૦૪ સુરત શહેર, મદદનીશ પોલીસ કમિશનર ‘એચ” ડીવીઝન ઝેડ.આર.દેસાઇ સાહેબશ્રી નાઓની સુચનાથી તેમજ પો.ઇન્સ સા.શ્રી આર.કે.ધુળીયા ખટોદરા પો.સ્ટે. સુરત શહેર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ હેઠળ દાખલ કરવામાં આવેલ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ.
ખટોદરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૨૧૦૦૨૩૨૨૧૩૩૪/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૪૨૦ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબ તે એવી રીતેનો છે કે, ફરીયાદીશ્રીની પાસેથી Oyo માં રૂમ અને છોકરી બુકીંગ કરવાના તેમજ અલગ અલગ ચાર્જના મળી રૂપિયા-૧,૩૬,૮૯૯/- ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરાવવા બાબતે તા-૩૧/૧૨/૨૦૨૨ ના રોજ આરોપીઓ અજાણ્યા દિવ્ય સીંઘ મો.નં.8290325079, ભાવેશ પટેલ મો.નં. 7023514556@ax) ના ધારક નાઓ વિરૂધ્ધમાં દાખલ કરવામાં આવેલ છે, સદરહુ ગુનાના કામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમને લગતુ કામ કરતા એ.એસ.આઇ. બિપિનભાઇ પરભુભાઇ નાઓએ ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપીના મોબાઇલ નંબરનુ લોકેશન મેળવી, એ.એસ.આઇ. બિપિનભાઇ પરભુભાઇ તથા અ.હે.કો. રામશીભાઇ રત્નાભાઇ, તથા અ.પો.કો. બ્રિજરાજસિંહ જગદીશસિંહ નાઓએ આરોપીની સતત વચ તપાસમાં રહી, યુક્તિ પ્રયુક્તિથી આરોપી ભાવેશ અમરજીત પાટીદાર (પટેલ) ઉ.વ.૨૫ રહે-ગલીયણા તા-આસપુર બનકોડા ડુંગરપુર રાજસ્થાન નાને પોતાના ગામ રાજસ્થાન ગલીયાણા ડુંગરપુરથી પકડી પાડવામાં આવેલ છે.
આરોપી પાસેથી કબ્જે કરવામાં મુદ્દામાલની વિગત
• અલગ અલગ કંપનીના કુલ-૦૨ મોબાઇલ ફોન, * રોકડા રૂપિયા-૬૦,૦૦૦/- કબ્જે કરવામાં આવેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.કે.ધુળીયા, તથા પો.સબ ઇન્સ. શ્રી યુ.એન. જાડેજા તથા એ.એસ.આઇ. બિપિનભાઇ પરભુભાઇ, અ.હે.કો. રામશીભાઇ રત્નાભાઇ, અ.હે.કો. શૈલેશભાઇ ગુલાબભાઇ, અ.પો.કો. બ્રિજરાજસિંહ જગદીશસિંહ, અ.પો.કો.જીતેન્દ્રભાઇ નાનુભાઇ, તથા વુમન પો.કો. દિપીકાબેન ગણેશભાઇ નાઓની સાથે ટીમ વર્કથી. ભોગબનનાર ફરિયાદીઓને ન્યાય મળી રહે તે હેતુસર સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.