સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.