દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૬ એપ્રીલ તાલુકા સ્વાગત કાર્યક્રમ અને તા. ૨૭ એપ્રીલના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૬ એપ્રીલ બુધવારના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અને તારીખ ૨૭ એપ્રીલ ગુરૂવારના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. આ માટે અરજદારે અરજી આગામી તા. ૧૦ એપ્રીલ સુધીમાં કરવાની રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારો પોતાના વ્યક્તિગત કે અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની અરજી એક જ પ્રશ્ન સંબધિત અમલીકરણ અધિકારીને ઓછામાં ઓછી ત્રણ વાર કરેલી અરજીની નકલ સાથે સંબધિત મામલતદારની કચેરીને તાલુકા સ્વાગત કાર્યક્રમ એમ અરજીનાં મથાળે લખી અરજી તારીખ ૧૦ એપ્રીલ સુધીમાં મોકલી આપવાની રહેશે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારેએ પોતાના વ્યક્તિગત – અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર અને સંપૂર્ણ સરનામા સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન સાથે સંબધિત અમલીકરણ અધિકારીને ત્રણ નકલ સાથે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ મથાળા સાથે અરજી તા. ૧૦ એપ્રીલ સુધીમાં મોકલી આપવાની રહેશે.તાલુકા કાર્યક્રમમાં જિલ્લાના વર્ગ ૧ નાં અધિકારીઓ હાજર રહી નાગરિકોના પ્રશ્નોનું રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા હેઠળ સંબધિત ગામનાં તલાટી-મંત્રીને સંબોધીને આગામી તા. ૧૦ એપ્રીલ સુધીમાં આપવાની રહેશે તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.