કઠલાલમાં રામનવમી  પર્વ નિમિત્તે કઠલાલ નગરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ.કઠલાલ રામજી મંદિર ખાતેથી પૂજા આરતી કરી આ શોભાયાત્રા ની શરૂઆત કરાઈ હતી

શોભાયાત્રા કઠલાલ મુખ્ય બજાર,પટેલ વાડો,આઝાદ પોળ,સતી પીપળી,નળાનો ઢાળ,મૂખીની ખડકી,ભાવસાર વાડ સહિતના સમગ્ર વિસ્તારમાં ફરી હતી.આ શોભાયાત્રામાં રામાયણના પાત્રો ,રામજી નો રથ તેમજ ડીજેના સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કઠલાલ શહેર અને તાલુકા માંથી રામ ભક્તો જોડાયા હતા

.સમગ્ર નગરમાં ઠંડા પીણા,શરબત જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.દરેક જગ્યાએ શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા.પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા