કોડીનાર શહેરના જાહેર બસ સ્ટેન્ડ વિસ્તારમાં શિવમ મોબાઈલ નામ ની દુકાન માં રાત્રિ ના તસ્કરો ત્રાટકયા હતા અને મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગેની મળતી વિગત મુજબ, કોડીનાર બસ સ્ટેન્ડ ના વર્કશોપ માં આવેલ ડેપો મેનેજર ના ક્વાટરના ફળિયા માંથી મોબાઈલ ની દુકાન ની ગ્રિલ તોડી ચોરી નો અંજામ આપ્યો હતો અને અંદાજે 50 થીવધું નવા મોબાઈલો ચોરી ગયાં હતા. આમ ચોર ટોળકી એ કોડીનાર ના 24 કલાક ધબકતા વિસ્તાર માં ચોરી કરી પોલીસ ને પડકાર ફેંકયો છે.પોલીસે તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર ખાલિક ભાઈ કોડીનાર