આગામી ફ્રેબ્રુઆરી – માર્ચ મહિનામાં રાજ્યમાં વિવિધ જીલ્લાની જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત/ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ગરબાડા 133 વિધાનસભા મત વિસ્તારના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને ખેડા જીલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકેની જ્વાબદારી સોપવામા આવી છે. (રિપોર્ટ- રાજ કાપડિયા/9879106469) ચંદ્રિકાબેન બારીયાને ખેડા જીલ્લા પંચાયત વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી, કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવા અંગે, ઉમેદવારોની પસંદગી, મંડલ – સેક્ટર – ગ્રામ સમિતિની રચના, બુથ મેનેજમેન્ટ, કોંગ્રેસ પક્ષની વિચારધારા જન જન સુધી પહોંચાડવા અંગેની તથા ચૂંટણીના પરિણામ ન આવે ત્યાં સુધી વિસ્તારમાં જીલ્લા ન તાલુકા – નગરપાલિકા વિસ્તારમા તમામ સાથે સંકલન કરવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તદુપરાંત આવનારા સમયમાં યોજાનાર “હાથ સે હાથ જોડો અભિયાન” સંદર્ભે પણ જરૂરી સંકલન કરીને વિસ્તારમાં આ અભિયાન સફળ થાય તેવું આયોજન કરવાની જવાબદારી સોપવામાં આવી છે.