ડીસા એસ ઓ જી પોલીસ અને દક્ષિણ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી ઝડપી પાડી..

શહેરમાં ઠેરઠેર ચાઈનીઝ દોરી ઝડપાઈ રહી છે જવાબદાર કૌન..

ચાઈના દોરીનું વેચાણ કરતો મુખ્ય સુત્રધાર હજુસુધી પોલીસ પકડથી દુર કેમ.? 

ઉતરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે જ્યારે પતંગ ચગાવવા માટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જીવલેણ સાબિત થઈ રહી છે દર વર્ષે ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીના વેચાણના કારણે લોકો પતંગ ચગાવવા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય અનેક લોકોના ગળામાં દોરી ધુસી જતાં લોકોના મોત થયા છે અનેક પક્ષીઓ પણ મોતના ઘાટ ઉતરી રહ્યા છે ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ સામે પ્રતિબંધ મુકી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે છતાં લેભાગુ વેપારીઓ દ્વારા માત્ર થોડા પૈસા કમાવા માટે મનુષ્ય અને પશુ પક્ષીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા ત્યારે આજે જિલ્લા એસ ઓ જી પોલીસ દ્વારા રીજ્મેનટ વિસ્તારમાંથી એક લારી પરથી ચાઈના દોરીનો જથ્થો ઝડપી પાડી એક શખ્સને ચાઈના દોરીના 230 રોલ સાથે 11.500 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી જ્યારે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા પણ ચંદ્રલોક રોડ ખાનગી બાતમીના આધારે ચાઈના દોરીની ત્રણ ફીરકી ઝડપી પાડી બાદમાં પકડાયેલા શખ્સની પુછતાછ કરતાં વધું ચાઈના દોરી સિન્ધી કોલોની વિસ્તારમાં પડી હોવાનું જણાવતાં દક્ષિણ પોલીસ સ્થળ પર પહોંચી ચાઈના દોરીનો જથ્થો ઝડપી પાડી પોલીસે મદનલાલ ઘનશ્યામ મહેશ્વરી અને દિલીપભાઈ નેચરદાસ સીંધીને ચાઈના દોરીના 30 રોલ સાથે 9900 નો મુદ્દામાલ કબજે મેળવીને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ ડીસા શહેરમાં ઠેરઠેર ચાઈના દોરી સાથે નાના લોકો ઝડપાઈ રહ્યા છે પરંતુ શહેરમાં ચાઈના દોરી પુરી પાડનાર મુખ્ય સુત્રધાર હજુસુધી પોલીસ પકડથી દુર જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા મુખ્ય સુત્રધારને ઝડપી શહેરમાં જ્યાં જ્યાં ચાઈનીઝ દોરીનું વેચાણ કર્યું હોય ત્યાંથી ચાઈનીઝ દોરી કબ્જે કરી ડીસા શહેરને ચાઈનીઝ દોરી મુક્ત શહેર બનાવામાં આવે તેવી જીવદયાપ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે..