સાવરકુંડલા રૂરલ પો.સ્ટેમા e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી,અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ-
ગુજરાત સરકારશ દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામા આવતી ઓનલાઇન સેવાઓમા વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવું ન પડે અને ઘરે બેઠા કરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાઓ પ્રારંભ કરવામાં આવેલ છે.
જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકાર ની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવેલ e-FIR અન્વયે જરૂરી સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગત
ગઇ તા.૧૫/૦૩/૦ર૩ ના આ કામના ફરીયાદી મોટા ઝીંઝુડા ગામેથી સાવરડલા ટ્રેક્ટરમાં બેસી આવતા હોય તે દરમ્યાન શર્ટના ખીસ્સામાં રાખેલ મોબાઇલ રસ્તામા પડી ગયેલ હોય, ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમે મોબાઇલ ફોન કિં.રૂ.૧૧.૫૦૦/- નો ચોરી કરીને લઇ ગયેલ હોય જે અંગે ફરીયાદીએ e--FIR કરાવેલ હોય.જે e-FIR અંગે ખરાઇ કરી,તેના પરથી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૩૦૫૩૨૩૦૦૮૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી .કરવામાં આવેલ.
જે અન્વયે અમરેલી જીલ્લામા e-FIR દાખલ થયેલ ગુનાઓના આરોપીને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહન,મોબાઇલ ફોન પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના ઇ.ચા. પોલીસ ઇન્સપેક્ટર જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ . વાય.પી.ગોહિલ ને જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ હતુ.
ઉપરોકત ગુન્હાના અજાણ્યા આરોપી અંગે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે,ની સર્વેલન્સ ટીમે હયુમન સોર્સીસ તેમજ ખાનગી બાતમી આધારે
મોટા ઝીંઝુડા ગામે વાડી વિસ્તારમાથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને યુકતી પ્રયુક્તીથી પુછપરછ કરી તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને મોબાઇલ ફોન સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ
પકડાયેલ આરોપીની વિગત
હીંમતભાઇ પોપટભાઈ ખીમાણીયા
ઉં.વ.૨૬, ધધો. મજુરી,રહે.મોટા ઝીંઝુડા, તા.સાવરકુંડલા, જી. અમરેલી.
રીકવર કરેલ મુદામાલની વિગત.
એક realme, કંપનીનો 5ig3 મોડલનો મોબાઇલ ફોન કિં.રૂ.૧૧,૫૦૦/-નો મુદામાલ
આ કામગીરી ઈ.ચા.પો.ઇન્સ જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ ની રાહબારી ફેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનના અના એ.એસ.આઇ ભગીરથસિંહ કનકસિંહ તથા સર્વેલન્સ ટીમના અના હૈ.કો યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા PC જયપાલસિહ લખુભા ભાવેશભાઇ મનુભાઇ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.