ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનર ને લગતી કોઈ ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય ,
જે અન્વયે પોલીસ અધિક્ષક હિમકર સિંહ , અમરેલી નાઓનો માર્ગદર્શન હેઠળ અત્રેનાં અમરેલી જિલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેક્ટિસ કરી આવા કૃત્ય થી માનવ જીંદગી જોખમાય તેમ હોય , તેવું પોતે જાણતા હોવા છતાં.
દર્દીઓને નિદાન /સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને એ.એમ. પટેલ પોલીસ ઈન્સપેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા જે.કે.મોરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર , એસ. ઓ.જી. શાખા તથા એસ .ઓ. જી. ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય ,
લીલીયા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે ,
લીલીયા તાલુકાના સલડી ગામે હવેલી શેરીમા મનુભાઈ તે રામજીભાઇ રામાણીના રહેણાક મકાનમાં ચામુંડા ક્લીનિક નામે નિલેશભાઇ સૂર્યકાન્તભાઇ મહેતા તથા
સાવરકુંડલા મણીનગર મસ્જિદ પાસે , અલસીફા નામનું ગેરકાયદેસર દવાખાનું/ક્લિનિક ચલવતા હોય જે અન્વયે સદરહુ જગ્યાએ તાલુકા હેલ્થઓફિસર , તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ . દવાની બોટલો , ઇન્જેકશન તથા સિરપની બોટલો - ટ્યુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
પકડાયેલ આરોપીઓ
(1 ) નિલેશભાઇ સૂર્યકાન્ત મહેતા , ઉં.વ .૪૯ , ધંધો.ડોકટર , રહે સલડી હવેલીશેરી , તા. લીલીયા, જી. અમરેલી,
( ર ) નિતીભાઇ ડાયાભાઇ પંડ્યા , ઉ.વ.પર , ધંધો - ડોકટર રહે.અમરેલી, લીલીયારોડ,રેલ્વે ફાટક પાસે , તા .જી.અમરેલી,
( 3 ) રફીકભાઇ વલીમહમદભાઇ જાદવ ઉ .૪૩, ધંધો - ડોકટર , રહે. સાવરકુંડલા , મણીનગર મસ્જીદ પાછળ , તા.સાવરકુંડલા , જી.અમરેલી,
મજકુર પડાયેલ ઈસમોં પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) નિલેશભાઇ સુર્યકાંત મહેતા પાસેથી એલોપેથી દવાઓ તથા મેંડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ -૫૪ કિ .૧૦,૪૩૬/- ના મુદ્દામાલ સાથે તથા
(૨) નિતીભાઇ ડાયાભાઈ પંડ્યા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિક્લને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ -૬૨ કિ.રૂા .૨૨,૭૦૩ ના મુદામાલ સાથે
( 3 ) રફીકભાઇ વલીમહમદભાઇ જાદવ પાસેથી એલોપેથીક દવા તથા મેંડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ.૧૯ કિંમત. રૂ. ૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે .
અને ત્રણેય ઈસમો વિરૂધ્ધ ગુન્હો રજી . કરી આગળની ઘટતી કાર્યવાહી અર્થે લીલીયા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે,
આમ , અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ , નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એ. એમ.પટેલ પોલીસ ઈન્સપેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા જે.કે. મોં રી પોલીસ સબ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી. શાખા તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા ત્રણ બોગસ ડોક્ટરોને એલોપથી દવાના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .