દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કથોલીયા ગામેથી પોલીસની નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂનો કુલ રૂા. ૩૫,૯૦૪ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલરની ગાડી કિંમત મળી કુલ રૂા. ૨,૩૫,૯૦૪ના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયક કરી અન્ય બે મળી કુલ ત્રણ ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદમાં નોંધાંવવા પામી હતી.
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
(રચનાત્મક ચિત્ર)
ગત તા.૨૩મી ડિસેમ્બરના રોજ કથોલીયા ગામે પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે પોલીસે તેને ઉભી રખાવી ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૩૧૨ કિંમત રૂા. ૩૫,૯૦૪ તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૩૫,૯૦૪નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ગાડીના ચાલક જયેશભાઈ ફતેસીંગભાઈ પરમાર (રહે. જામવા, વડલી ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) ની અટકાયત કરી તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના પીટોલના ઠેકાના માલિકે ભરી આપ્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો લીમખેડા ખાતે રહેતાં એક ઈસમના ત્યાં ઠાલવવાનો હોવાનું જણાવતાં લીમખેડા પોલીસે ઉપરોક્ત ગાડીના ચાલક સહિત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.