સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૨ જી ઓક્ટોબરના રોજ જન્મ જયંતીને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં આજે ૧ લી ઓક્ટોબરના રોજ એક તારીખ એક કલાકના સૂત્ર સાથે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાઇ રહ્યું છે જે અંતર્ગત હાલોલ નગર ખાતે પણ વિવિધ રાજકીય મહાનુભવો,સરકારી અધિકારીઓ,કર્મચારીઓ સહિત જાહેર જનતા દ્વારા આજે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરી ઠેર ઠેર સાફ-સફાઈ કરી મહાશ્રમદાન કરાયું હતું જેને અનુલક્ષીને આજરોજ હાલોલ ટાઉન અને હાલોલ રૂરલ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં હાલોલ પોલીસ તંત્રએ પણ આજે પોતાના હાથમાં ઝાડુ,સાવરણી, સુપડી સહિતના સાફ સફાઈના સાધનો પકડી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર હાલોલ ટાઉન પોલીસ અને હાલોલ રૂરલ પોલીસ મથકે સાફ-સફાઈ કરી મહાશ્રમદાન કર્યું હતું અને તમામ પોલીસ કર્મચારીઓએ હંમેશા સ્વચ્છતા જાળવી રાખવા પોતે પણ પ્રણ લઈ જાહેર જનતાને પણ સ્વચ્છતાની જાળવણી કરવા અનુરોધ કર્યો હતો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સ્વચ્છતાની ઝુંબેશમાં હિસ્સો લઈ પોતાની હિસ્સેદારી નોંધાવી પૂજ્ય ગાંધીબાપુની જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય ગાંધી બાપુને કોટી કોટી વંદન કર્યા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं