દાહોદ જિલ્લામાં અપવાદ રૂપ કિસ્સા સિવાય દરેક વિધાનસભા શીટ પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું. દાહોદ જિલ્લામાં ૬ વિધાનસભા શીટના પરિણામ પર સહુ કોઈની નજર છે. ધાર્યા પ્રમાણે દરેક વિધાનસભા શીટ પર મતદાન ઓછું થયેલ જોવા મળેલ છે. ઓછું મતદાન થતાં ક્યાં કયા ઉમેદવારને તેની શું અસર થશે તે તો ચુંટણી ગણતરી પછી જ ખબર પડશે. કયા દિગ્ગજ ઉમેદવાર નું પલડું ભારી છે...કયો ઉમેદવાર કોના ગઢમાં ગાબડુ પાડશે ...ક્યાં અપસેટ સર્જાશે તેવા ઘણા બધા પ્રશ્નોના જવાબ હવે મત ગણતરી પુરી થયે જ સહુ કોઈને તેનો જવાબ મળશે. 

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

રિપોર્ટ -રાજ કાપડિયા/9879106469-દાહોદ

વિધાનસભાની ચૂંટણીની ગણતરીમાં સહુ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે દાહોદ મત ગણતરી કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડવાની સંભાવનાઓ છે તેને લઈ પોલિસ સ્ટાફ દ્વારા સુરક્ષાને લઈ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં વ્યસ્ત જોવા મળી રહેલ છે. દરેક ઉમેદવારના સમર્થકો મોટી સંખ્યામાં પોતાના વાહનો, ઢોલ, નગારા તેમજ ફટાકડાઓ લઈને દાહોદ મતદાન ગણતરી સ્થળ પર પહોંચશે તેથી પોલિસ દ્વારા સુરક્ષાને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી રાખેલ છે જેથી કોઈ પણ જાતની અવ્યવસ્થાનાં સર્જાય, આમ પોલિસ તંત્ર પણ એલર્ટ જોવાઈ રહ્યું છે.