વલભીપુર શહેરની નગરપાલિકા દ્વારા 34 સફાઈ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હોય જેને લઇને મામલતદાર કચેરી ખાતે આ 34 કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તત્કાલ ધોરણે આનું નિવારણ લાવવા જણાવ્યું હતું નહિતર ઉપવાસ અનશન આંદોલન ઉપર ઉતરવાની ચીમકી આપી હતી