જલારામ બાપા ની 225 મી જન્મ જયંતિ ની શોભા યાત્રામાં ભારત વિકાસ પરિષદ મહા વિજય શાખા, ડીસા શાખા દ્વારા સેવા કેમ્પ યોજાયો..
નીરજ બોરાણા (જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા)
શહેર મધ્યે દીપ પ્લાયવુડ ડીસા ખાતે ભારત વિકાસ પરિષદ મહા વિજય શાખા દ્વારા જલારામ બાપા ની 225 મી શોભાયાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તો ના સેવાકેમ્પ માં ઠંડા પીણાં અને ચોકલેટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..
જેમાં ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર, પ્રવીણભાઈ સાધુ (મંત્રી), અમૃતલાલ પઢિયાર, કમલેશભાઈ રાચ્છ, દિલીપભાઈ બી.ઠક્કર , સુરેશભાઈ ઠક્કર, જુદા જુદા પ્રકલ્પના પદાધિકારી અને સભ્યો, મહિલા સદસ્યો ઉપસ્થિત રહી ઠંડાપીણા અને ચોકલેટ નું ખૂબ ભાવથી વિતરણ કર્યું હતું..
આ કાર્યક્રમમાં શ્રી કનુભાઈ આચાર્ય પ્રમુખ જય જલારામ ટ્રસ્ટ અને ભગવાનદાસ બંધુ નું મોમેટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું..