કોંગ્રેસ ને આજીવન વનવાસ આપવાનો છે.....પુરષોત્તમ રૂપાલા

જય ભવાની કોંગ્રેસ જવાની ના નારા લાગ્યા..

ડીસા માં ભાજપ ના ઉમેદવાર પ્રવીણ માળી ના જનસમર્થન સભાં માં હાજર કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા એ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે શાસન માં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી...

ડીસા માં ભાજપ ના ઉમેદવાર પ્રવીણ માળી ના સમર્થન માં ઝેરડા ગામે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા ની આગેવાની માં જન સમર્થન સભાં યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી એ ડીસા ભાજપ લીડ સાથે જીતે છે અને જેના માટે ઉમેદવાર પ્રવીણ માળી ને પહેલેથી હાર પહેરાવી સ્વાગત કરું છું તેમ કહી હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. અને પોતાની આગવી શૈલી માં જણાવ્યું હતું કે પહેલા ચરણ ની ચૂંટણી ના મતદાન માં ભાજપ જ આવશે સાથે લેબજી ઠાકોર ની ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે ડીસા વિધાનસભા માં લેબજીભાઈ અપક્ષ લડે એ પણ યોગ્ય નથી, વ્યક્તિ માટે સરકાર નથી પાર્ટી ના આધાર પર સરકાર ચાલે છે સાથે સભાં પાસે કોંગ્રેસ નું માઈક વાગતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ને માણસો મળતા નથી એટલે અમારી સભાં આસપાસ કોંગ્રેસ ના માઈક વાગે છે સાથે એમ પણ જણાવ્યું હતું કે ધારાસભ્ય વધારે હશે તો રાજ્યસભા ની બેઠકો વધશે. હાલ દિલ્હી થી નીકળતા પૈસા સીધા ખેડૂતો પાસે આવે છે.અને સરપંચો ને ક્યાંય કોઈ પાસે મદદ માગવી પડતી નથી સીધા ગામમાં પૈસા આવે છે આજે મુખ્યમંત્રી કે વડાપ્રધાન ચેક ન આપી શકે પણ સરપંચ ચેક આપી શકે જે વ્યવસ્થા સરકારે ઉભી કરી છે ગામના સરપંચો પર વિશ્વાસ મુકવાનું કામ મોદી સરકારે કર્યું છે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ને આજીવન વનવાસ આપવાનો છે. ખેડૂતો ને આજે કેન્દ્ર માંથી ખાતા માં રૂપિયા છ હજાર આપવામાં આવી રહ્યા છે પણ બંગાળ ની સરકાર એ કેન્દ્ર ને ખેડૂતો નું લિસ્ટ ન આપતાં એકપણ ખેડૂત ને સહાય આપી ન શક્યા બંગાળ માં એન્જીન વગર ની સરકાર ચાલે છે સાથે બનાસકાંઠા ના ખેડૂતો ડ્રિપ અપનાવી એ બદલ અભિનંદન આપ્યા હતા કોંગ્રેસ ની સરકારે દશ વર્ષે સુધી નર્મદા ડેમના દરવાજા નતા નાખ્યા અને કોંગ્રેસ ના પદયાત્રા કરતા નેતા સાથે મેઘા પાટકર દેખાઈ રહી છે એ મેઘા પટકર પાપ કરનારી છે તેને કોર્ટ ના સ્ટે લાવી નર્મદા ડેમ ને નડતર રૂપ રહી હતી.

આઝાદી ના 75 વર્ષે પછી સેના માં રહેલ અંગ્રેજો નું પ્રતીક ભુસવાનું કામ ભાજપ એ કર્યું હવે શિવાજી મહારાજ નું નિશાન ભારત સેનામાં લાગ્યું એ ગૌરવ ની વાત છે.જોકે રૂપાલા એ જય ભવાની ના નારા લગાવતા સભામાં કોંગ્રેસ જવાની ના નારા લાગતા સમગ્ર વાતાવરણ કોંગ્રેસ મુક્ત બન્યું હતું. પુરસોત્તમ રૂપાલા નું મીડિયા સામે નિવેદન આપતાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કા માં ભાજપ ની સ્પષ્ટ બહુમતી રહેશે અને ગુજરાત માં એક તૃતીયાંસ બહુમતી સાથે ભાજપ ની સરકાર આવશે તેવી આશા વ્યક્ત કરી હતી..

જન સમર્થન સભાં માં ભીડ ઉમટી પડતા ખુરસીઓ ખૂટી પડતા આસપાસ ના મંડપ ના પડદા ખોલી દેવા પડ્યા હતા. જોકે આજની સભાં માં ઝેરડા અને આસપાસ ના ગામોમાંથી સરપંચો, ખેડૂતો, વેપારીઓ અને ગામના આગેવાનો ઉમટી પડી રૂપાલા ના ગયા બાદ ભાજપ ના ઉમેદવાર પ્રવીણ માળી ના સ્વાગત માટે પડપડી કરી હતી.

સભાં માં રાજ્યસભા ના સાંસદ દિનેશ અનાવડીયા,સહીત જિલ્લા અને તાલુકા ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

Tv 108 24x7 live news 

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા