દાહોદ એલ સી બી પોલીસે સ્કોર્પિયો ગાડીમા લઈ જવાતી ટીન બિયરની 58 પેટીઓ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી, બે મોટર સાયકલ, તેમજ સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂ.767040 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ એલ સી બી પોલીસ ઇન્સ્પેકટર કે ડી ડિંડોર, એલ સી બી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એલ ડામોર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર જે બી ઘનેશા તથા એલ સી બી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વડવા ગામે વોચ ગોઠવી ઉભા હતા, તે દરમિયાન ત્રણ મોટરસાયકલોના પાયલોટિંગ સાથે બાતમી વાળી જીજે ૧૮, બીસી, ૬૩ ૦૨ નંબરની સ્કોર્પિયો ગાડી આવતા પોલીસે તેને ઊભી રખાવી તેમાં તપાસ કરતા ગાડીમાંથી ટીન બિયરની 58 પેટીઓ મળી આવી હતી. 

જેથી પોલીસે માતવા ગામના વિકાસભાઇ બાદરભાઇ પલાસ, ચિલાકોટાના હિરમલ કાળાભાઇ તડવી, મુવાલીયાના રાકેશભાઇ પારસીંગભાઇ નિનામા, તથા નેલસુરના અક્ષયભાઇ નટવરભાઇ ભાભોરને રૂ.167040 ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂ ટીન બિયરની 58 પેટીઓ જેમા કુલ 1392 નંગ ટીન બોટલો સાથે ઝડપી પાડી, પાયલોટિંગ કરતી બે મોટર સાયકલ, તેમજ સ્કોર્પિયો ગાડી, 3 મોબાઈલ સહિત કુલ રૂ.767040 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.