દાહોદ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ના મળી કુલ છ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. તેમાંથી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તથા અપક્ષ ના ઉમેદવાર વચ્ચે ચતુષ્કોણીય જંગ ખેલાનાર છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટ -રાજ કાપડિયા

9879106469--દાહોદ

તેમાંય વળી અપક્ષ ઉમેદવારી કરનાર કિશનભાઇ પલાસને તેમના ત્રણેય હરીફ ઉમેદવારો કરતાં વધુ જન સમર્થન સાંપડી રહ્યું છે. અને તેમની પ્રચાર સભાઓમાં માનવમેદની ઉમટે છે. આમ તો કિશનભાઇ પલાસ મૂળ કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા. અને તેઓએ દાહોદની બેઠક માટે કોંગ્રેસની ટિકિટની માગણી કરી હતી. અને કોંગ્રેસના મોવડી મંડળે છેલ્લે સુધી દાહોદની બેઠક માટે ટિકિટ ફાળવી આપવાની હૈયા ધારણ આપી હતી .તેમ છતાં કોંગ્રેસે દાહોદની બેઠક માટે કિશન પલાસને બદલે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા ને ટિકિટ આપી કિશનભાઇ પલાસ સાથે અન્યાય કરતા ચૂંટણી લડવાનો મક્કમ નિર્ધાર કરનાર કિશનભાઈ પલાસે દાહોદ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી છે. ત્યારે આ બેઠક ઉપર તમામ ઉમેદવારોના જીતના દાવાઓ વચ્ચે કોણ બાજી મારી જશે તે તો ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે.