આદિપુરમાં ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું
ગાંધીધામ વિધાનસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરીના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય આદિપુરનું ભવ્ય ઉદઘાટન ચોસઠ બજાર આદિપુર મધ્યે કરવામાં આવ્યું.
સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને શાબ્દિક સ્વાગત આદિપુરના ચૂંટણી ઇન્ચાર્જ મનોજભાઈ ચંદાણી દ્વારા કરવામાં આવ્યું, ઉમેદવાર માલતીબેનનું શાલ વડે આદિપુરના બંને ચૂંટણી ઇન્ચાર્જ મનોજભાઈ મુલચંદાણી અને વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું.
ચૂંટણીલક્ષી માર્ગદર્શન વિધાનસભા ઇન્ચાર્જ મોમાયભા ગઢવી અને ઉમેદવાર માલતીબેન મહેશ્વરી દ્વારા આપવામાં આવ્યું
આ પ્રસંગે ઈશિતાબેન ટીલવાણી, પુનિતભાઈ દુધેરીયાજી, ધવલ આચાર્ય, બળવંત ઠક્કર, પંકજભાઈ ઠક્કર, ડોક્ટર ભાવેશ આચાર્ય, મધુકાંતભાઈ શાહ ,સુરેશભાઈ શાહ, શૈલેષભાઈ પ્રજાપતિ, બાબુભાઈ ગુજરીયા, કુલદીપસિંહ ઝાલા, પરમાનંદભાઈ, સેવકભાઈ, દિનેશ માલી,દિનેશ લાલવાણી, ભરત પ્રજાપતિ, મહેશભા ગઢવી, લીનાબેન ધારક, લક્ષ્મીબેન આહીર, વેલજીભાઈ આહીર, ભરત સાવલાની, વિજય પરમાર, મહેશભાઈ પુંજ,મનીષ ભાનુશાલી, લલિત વિધાની, પ્રદ્યુમનસિંહ ,શામજીભાઈ પીંગલસુર ,ભજીબેન મહેશ્વરી, વૈભવીબેન ગોર, કનૈયાલાલ બસીતા ,મૂળજીભાઈ સચદે, કૈલાસબેન ભટ્ટ, પન્નાબેન જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સર્વ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન ગાંધીધામ નગરપાલિકા શાસક પક્ષના નેતા અને ચૂંટણી ઇન્ચાર્જ વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ.
આભાર વિધિ વોર્ડ નંબર એકના નગરસેવક ભરતભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*