ખંભાત શહેરમાં સને ૧૯૯૭માં એક સાધુના કથિત પ્રેમ પ્રકરણને લઈને હત્યાના થયેલા પ્રયાસમાં સંડોવાયેલા ભાજપ શહેર પ્રમુખ પીનાકીન બ્રહ્મભટ્ટ સહિત પાંચને ખંભાત કોર્ટે તકશીરવાર ઠેરવીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારતા ખંભાતમાં ચકચાર મચી જવા પામી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પ્રાપ્ત માહિતીનુસાર, એક દંપતિના ત્યાં એક સાધુની વધેલી અવર-જવર લઈને અનૈતિક સંબંધોની ચર્ચાએ જોર પકડ્યું હતું.જેને લઈને ઝઘડો થતા એકને માર મારીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડતા આ અંગે ખંભાત શહેર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો.જેમાં ખંભાતની કોર્ટે ભાજપા પ્રમુખ પીનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, પટેલ જમુભાઈ ઉર્ફે જમનદાસ, બ્રહ્મભટ્ટ કનુભાઈ દશરથભાઈ, બ્રહ્મભટ્ટ ધર્મેન્દ્ર હરિકિશન ઇનામદાર, ભાસ્કર અશોકકુમાર જયસુખલાલને તકશીરવાર ઠેરવીને ૧૦-૧૦ વર્ષની સજાનો હુકમ કર્યો છે.આ કેસમાં સંડોવાયેલા સંજયભાઈ બ્રહ્મભટ્ટનું અવસાન થતાં તેમને કોર્ટ દ્વારા એબેટ જાહેર કરવામાં આવ્યા હતા.