ખંભાતના સાયમા ગામે પત્નીએ પતિની હત્યા કરી હોવાની આશંકા વચ્ચે પોલીસ દ્વારા કાર્યવાહીમાં વિલંબ કરાતા ફળિયાના રહીશોએ સુત્રોચ્ચાર કરી ન્યાયની માગણી કરી હતી.ખંભાતના સાયમા ગામના ઇન્દિરા કોલોનીમાં સોમાભાઈ ચૌહાણની પત્ની રેખાબેનનું અન્ય પ્રેમી સાથે પ્રેમસંબંધની બાબતને લઈને તેઓની વચ્ચે ઝઘડા ચાલતા હતા.પરંતુ અંતે પત્નીએ પતિને માર મારીને પતિની હત્યા કરાઈ હોવાનું આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.છેલ્લા પાંચ દિવસ ઉપરાંતનો સમય હોવા છતાંય પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતા ફળિયાના રહીશોએ 'પોલીસ પ્રશાસન હાય હાય, ન્યાય આપો ન્યાય આપો'ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)
મો-9558553368