ભાવનગર-બાંદ્રા વચ્ચે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
આગામી તહેવારો (દીપાવલી)ને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09208/09207 ભાવનગર-બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ [10 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09208 ભાવનગર – બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ 20 ઓક્ટોબર, 27 ઓક્ટોબર, 3જી નવેમ્બર, 10 નવેમ્બર અને 17 નવેમ્બર, 2022 એટલે કે દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 6.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
તેવી જ રીતે ટ્રેન નંબર 09207 બાંદ્રા - ભાવનગર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ 21 ઓક્ટોબર, 28 ઓક્ટોબર, 4 નવેમ્બર, 11 નવેમ્બર અને 18 નવેમ્બર, 2022 એટલે કે દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. ઉપરોક્ત ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલનું બુકિંગ 17મી ઑક્ટોબર, 2022થી શરૂ થશે અને ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલનું બુકિંગ 18 ઑક્ટોબર, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનોના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.