રિપોર્ટ લતીફ સુમરા
ડીસા શહેરની હદમાં આવેલ છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળા ડીસા ખાતે તારીખ ૧૩/૬/૨૦૨૩ ના રોજ બાલવાટિકા તથા પ્રથમ ધોરણ ના બાળકો નો પ્રવેશોત્સવ મામલતદાર શ્રી બોડાણા સાહેબ ના અધ્યક્ષ પદે ધામધૂમ થી ઉજવવામાં આવ્યો .આ પ્રસંગે સી.આર.સી રાજપુર કલ્પેશ ભાઈ પ્રજાપતિ એ લાયેઝનન અધિકારી તરીકે ફરજ બજાવેલ.શાળા માં નવીન પ્રવેશ મેળવેલ બાલવાટિકા તથા ધોરણ-૧ ના બાળકો ને એસ.બી.આઇ ડીસા તરફ થી દફતરો આપવામાં આવ્યા.શાળા ના ગત વરસે પ્રથમ આવેલ બાળકો તથા વિશેષ સિદ્ધિ મેળવેલ બાળકો નું પણ સન્માન કરવામાં આવ્યું.પ્રતિભા શાળી શિક્ષક નો એવોર્ડ મેળવનાર નૂરજહાં બેન તથા જિલ્લા ના શ્રેષ્ઠ મુસ્લિમ શિક્ષક નો એવોર્ડ મેળવનાર સોહનાબેન ઘાસુરા નું પણ ગામલોકો તથા મહેમાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.સાયન્સ ઓલિમ્પિયાડ એશિયાનો ઝોન કક્ષા ગોલ્ડ મેડલ મેળવનાર અંશિકા શિવકુમાર ને શાળા ના શિક્ષિકા નૌરીનબેન સિંધી દ્વારા ડોકટર કિટ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.ધોરણ ૧,૨ અને બાલવાટિકા ના બાળકો ને શાળા ના આચાર્ય શ્રી , આરીફભાઈ ઘાસૂરા દ્વારા ટેન્ટ હાઉસ ,સરકસ હાઉસ ,ડોલ હાઉસ એન્ડ ફાર્મ હાઉસ પ્રજ્ઞા વર્ગો તથા બાલવાટિકા ને ભેટ આપવામાં આવ્યા તેમનું સન્માન શાળા ના એસ.એમ.સી અધ્યક્ષ શફી સાહેબ દ્વારા કરવામાં આવ્યું .શાળા ના શિક્ષિકા શ્રીમતી નૌરીનબેન સિંધી ને રાષ્ટ્રીય કક્ષાએ એસ્સોસિયેશન ઓફ મુસ્લીમ પ્રોફેસનલ ,પુના તરફ થી મળેલ શ્રેષ્ઠ મુસ્લિમ શિક્ષક નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.શાળા નું ટેબ્લો તથા ફૂલો ની મદદ થી બનાવવામાં આવેલ સ્ટેજ ખૂબ જ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું .આ પ્રસંગે એસ.એમ.સી સભ્યો ,તથા આદિલભાઈ નગરપાલિકા કોર્પોરેટર ,ફરજનાબેન નગરપાલિકા કોર્પોરેટર ,સામાજિક આગેવાન ઇકબાલ હુસેન શેખ ,અબ્દુલ્લાભાઈ તથા અન્યો હાજર રહેલ.સમગ્ર કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન ગોવિંદભાઈ પ્રજાપતિ એ કરેલું તથા મંડપ ડેકોરેશન ની તમામ જવાબદારી અમરતભાઈ પ્રજાપતિ એ સાંભળેલી .કાર્યક્રમ ના અંતે શાળા ના શિક્ષક શ્રી દિપક ભાઈ વ્યાસે આભાર માની સૌ રાષ્ટ્ર ગીત ગાઈ છુટ્ટા પડ્યા આચાર્ય શ્રી એ તમામ નો આભાર વ્યકત કર્યો.