દેલસર ગામના સોમાભાઈ માનસીંગભાઈ મેડા, લાલુભાઈ મલાભાઈ મેડા, ઉસરવાણ માવી ફવિયાના હીમ્મતભાઈ હરમલભાઈ માવી, ઝાલોદ રોડ, રામા હોટલ પાસે રહેતા અજયભાઈ પોપટભાઈ સાંસી, તથા દેલસર ગામના ડુંગરા ફળિયામાં રહેતા મુકેશભાઈ પુનીયાભાઈ ડામોર એમ પાંચે જણા ગઈકાલે સાંજના સુમારે ઉકરડી ગામે દાળ મીલની પાછળ પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા હોવાની દાહોદ તાલુકા પોલિસને બાતમી મળી હતી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

જે બાતમીના આધારે દાહોદ તાલુકા પોલિસે સાંજે સાડા છ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ મુજબની જગ્યાએ ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલા ઉપરોક્ત જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પરંતુ પોલિસે તેઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તમામને પકડી પાડી દાવ પરથી તથા અંગઝડતીના મળી રૂા. ૧૦,૬૫૦ની રોકડ, પત્તાની કેટ નંગ-૧ તા રૂપિયા ૧૧૦૦૦ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી રૂા. ૨૧,૬૫૦નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધો હતો.

આ સંબંધે તાલુકા પોલિસે ઉપરોક્ત પાંચે જુગારીઓ વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જેલના સળીયા પાછળ મોકલી આપ્યા છે.