ડીસા ઉત્તર પોલીસની ટીમે નવા બસ સ્ટેન્ડમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ
બનાસકાંઠા જિલ્લા પોલીસ વાળાની સૂચનાથી દારૂ અને જુગાર ની બધી ને અટકાવવા માટે ઉત્તર પોલીસની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સોમવારે ઉત્તર પીઆઇ ની સૂચનાથી પોલીસની ટીમને નવા બસ સ્ટેન્ડ માંથી દારૂની બાર બોટલ સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પીઆઇ વી.એમ.ચૌધરી ની સુચનાથી ઉત્તર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અશોકસિંહ મગનસિંહ રઘુજી અનોપજી અને મહંમઇમ્રાન ન્યાજમહંમદ ઉત્તર પોલીસની હદમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે ડીસા નવા બસ સ્ટેન્ડમા એક શખ્સની તપાસ કરતા તેની પાસે રહેલ થેલામાંથી દારુની 12 બોટલો મળી આવી હતી પોલીસે 6500 નો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી ગણપતસિંહ ઉર્ફે દલપતસિંહ ભુપતસિંહ ચૌહાણ(રાજપુત) રહે. સરકારી સ્કુલની પાસે મંડાર (રાજસ્થાન)વાળાની અટકાયત કરી તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 
  
  
  
  
  