અમદાવાદમાં ઓંગણજમાં 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ આકર્ષણો છે. તેમાં પણ દિલ્હીના અક્ષરધામનો અહેસાસ અમદાવાદના પ્રમુખસ્વામી નગરમાં લોકો કરી રહ્યા છે. અક્ષરધામ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સંતો અને હજારો સ્વયંસેવકો દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદના પરિસરમાં ભવ્ય અધિકૃત સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જ્યાં દરરોજ હજારો ભાવિકો અક્ષરધામના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
દિલ્હીમાં સ્થિત વિશ્વનું સૌથી મોટું અક્ષરધામ મંદિર છે ત્યારે આ અહેસાસ શહેરીજનો અમદાવાદમાં જ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ દરમિયાન ભક્તોને આ અનોખો લાભ મળે તે હેતુથી અક્ષરધામ મંદિરની રચના કરવામાં આવી છે.
પ્રમુખસ્વામી ઉત્સવમાં બનેલા અક્ષરધામ મંદિરની વિશેષતા પર નજર કરીએ તો તેની ઉંચાઈ 67 ફૂટ છે. જેમાં 5 વિશાળ ડોમ લગાવવામાં આવ્યા છે. જે અંતર્ગત દેવી-દેવતાઓના દિવ્ય સ્વરૂપોના દર્શન કરી શકાશે. તો મંદિરના મંડોવર અને સ્તંભોમાં ભગવાન ગણેશના અલગ અલગ દર્શન કરી શકાશે. જ્યારે 104 મુનિઓની કલાત્મક મૂર્તિઓ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ એક મહિના દરમિયાન ચાલનાર ઉત્સવ પૂર્ણ થયા બાદ તેનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિસર્જન કરવામાં આવશે. આ ઉત્સવના સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે જેમાંથી સૌથી કલાત્મક પ્રવેશ દ્વાર સંતદ્વારના મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. ઘણી કલાકૃતિઓ અને વિશેષ લાઇટિંગથી શણગારેલ છે