હાલમાં જ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો જેમાં છોટાઉદેપુર જીલ્લામાં કુલ નવા ૧૯,૪૦૫ મતદારો ઉમેરાયા છે. અને કુલ ૮,૧૮,૫૭૩ મતદારો આવનાર વિધાનસભામાં મતદાન કરશે.

         સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ છોટા ઉદેપુર જીલ્લામાં કુલ ૧૯૪૦૫ નવા મતદારો ઉમેરાયા છે. જેમાં સૌથી વધુ ૧૦૨૩૪ મહિલા મતદારોમાં વધારો થયો છે. જ્યારે ૯૧૬૭ પુરુષ મતદારો નોંધાયા છે અને ૪ અન્ય જાતિના મતદારોમાં વધારો થયો છે. જીલ્લામાં ૪,૧૯,૦૪૩ પુરુષ તેમજ ૩,૯૯,૫૨૨ મહિલા મતદારો સહિત કુલ ૮,૧૮,૫૭૩ મતદારો થવા પામ્યા છે. 

    આ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમ દરમિયાન ૧૮ થી ૧૯ વર્ષના કુલ ૯૦૧૪ મતદારો,જ્યારે ૨૦ થી ૨૯ વર્ષના ૮૪૯૮ મતદારોનો વધારો થયો છે. 

       મહત્વની વાત એ છે કે આ સંક્ષિપ્ત મતદાર સુધારણા હેઠળ ૫૨.૭૪% મહિલા મતદારો, ૧૮ થી ૧૯ વર્ષના ૪૬.૪૫% મતદારો અને ૨૦ થી ૨૯ વર્ષના ૪૩.૭૯% મતદારો નોંધાયા છે. 

        કહી શકાય કે સૌથી યુવા મતદારો અને તેમાંય મહિલા મતદારોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આવનાર ચૂંટણીમાં આ મતદારો પોતાના મતાધિકારનો પ્રથમ વખત ઉપયોગ કરીને ગુજરાતની નવી સરકાર રચવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવશે તેમ લાગી રહ્યું છે.