રાધનપુર ના તમામ ગૌ પ્રેમીઓ આવતીકાલે ગૌશાળાઓ અને પાંજરાપોળ માંથી ગાયો છોડી મૂકે તેવા આપી ચીમકી

500 કરોડની સહાય નહીં ચૂકવાય તો નાયાબ કચેરી ખાતે ગાયો નો ઘેરાવની એંધણ

પાટણ જિલ્લાના રાધનપુરના ગૌસેવકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું ગૌસેવકોએ જાહેર કરાયેલી 500 કરોડની ગૌમાતા પોષણ સહાય ચૂકવવાની માગણી નહીં પૂરી થાય તો

 તા. 22.09. 2022 નાયબ કલેકટર કચેરી ખાતે સવારે 9.00 વાગે ઘેરાવો કરવાની ગૌ સેવકોએ ચીમકી આપી છે સાથે મોડી રાત્રે સુંધી સરકાર અમરૂ એલટીમેટ સીવકારે નહીં તો કાલે સવારે કલેકટર કચેરી સુધી અમો ગાયો લઇને કચેરી ખાતે પોહચીશૂ એવુ અલ્ટીમેટમ આપ્યું છે

જોકે બુધવારે ગૌભક્તોએ ડેપ્યુ . કલેક્ટરને આવેદન પત્ર આપી માંગણીઓ પુરી કરવા જણાવ્યું હતું 

જેમાં ગુજરાત સરકાર દ્વારા બજેટમાં રૂપિયા 500 કરોડની ગૌમાતા પોષણ યોજનાનો અમૂલ 48 કલાકમાં કરવામાં નહી આવે તો ગૌવંશને સરકારી કચેરીઓમાં છોડવા અને લંપીગ્રસ્ત ગાયોની સારવાર માટેની અલાયદી વ્યવસ્થા ઉભી કરવા સહિતના મુદ્દે રાધનપુર નાયબ કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું 

. જેમાં માલધારી સમાજ સહિત વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળી ટેકો જાહેર કર્યો હતો 

ગૌ પ્રેમી પપ્પુભાઈ ઠક્કર અને પ્રકાશભાઈ દક્ષિણીએ જણાવ્યું હતું કે ગાય માતાના આહાર માટે સરકાર દ્વારા 500 કરોડ ની જાહેરાત કરીને ભૂલી ગઈ છે . જેથી અબોલ પશુઓનો નિભાવ કરવો ખૂબ જ કઠીન છે . જો સરકાર આજે રાત્રે શુધ્ધિ સહાય ની જાહેર નહી કરે તો કાલે સવારે અમો ગૌશાળા અને પાંજરાપોળ ની તમામ ગાયોને રાધનપુર કચેરી ખાતે દોરડા થી બાંધી રાખવાના છીએ અને તેમ છતાં પણ સરકાર શ્રી દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ગૌશાળા અને પાંજરાપોળ ની ચાવીઓ અમે નાયબ કલેકટર ને સોંપી દેશુ