ઘર બેઠા કમાણી કરો'' જાહેરાતના આધારે નાણાં મૂક્યા ને ઠગાઈ

ભુજ તાલુકાના નારાણપર ગામની યુવતીએ જિલ્લાના એક અખબારમાં છપાયેલ `પેન્સિલ પેક કરી ઘર બેઠા કમાણી કરો' પર આપેલા નંબર 73189 31469નો સંપર્ક?કર્યો અને 8800 રૂપિયા ગુમાવ્યાનો વારો આવ્યો છે.કામ મળવાની આશાએ જાહેરખબરમાં આપેલા નંબર ઉપર સંપર્ક?કરતા ગૂગલ પેથી રજિસ્ટ્રેશન ફી પેટે અનુક્રમે 2000, 2500, 1500, 1850 અને 950 રૂપિયા મોકલ્યા હતા, બાદ હવે કોઈ પ્રત્યુત્તર ન મળતાં છેતરપિંડી થયાનુ ધયાનમાં આવ્યું હતું. આપેલા નંબર ગુજરાત બહારના છે. આ સંદર્ભે ભોગગ્રસ્ત કોઈ ફરિયાદ કરવા માગતા ન હોઈ કાર્યવાહી થઈ નથી, પરંતુ અખબારો રાજ્ય બહારની જાહેરખબર પ્રસિદ્ધ કરે અને છાપાના વિશ્વાસે લોકો છેતરાઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ `નટરાજ પેન્સિલ પેકિંગ' સંદર્ભે જાહેરાત અપાય છે. આ પરિવારનો  સંપર્ક કરતાં તેણે છેતરપિંડી થયાનું કહ્યું હતું અને તે સિવાય પણ અન્ય યુવતીઓ પણ ભોગ બની હોવાની વાત તેમણે જણાવી હતી.' દરમ્યાન ગામના પૂર્વ સરપંચ ફફલ આતુ તેજાએ લોકજાગૃતિના હેતુસર આવી જોહરાતોની ખાત્રી કર્યા વગર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી.