આજનો આ યુગ કમ્પ્યુટર યુગ છે.આજના ડીઝીટલ યુગમાં બાળકથી લઇને યુવાગર્ગ સહિત બધા ઇન્ટરનેટ વપરાશના બંધાણી બની ગયા છે. આવી પરીસ્થિતિમાં પુસ્તકને હાથમાં લઇને વાંચવુએ કલ્પના જેવુ લાગે.આવા સોશિયલ મીડિયાના જમાનામાં પણ વાચકરસિકો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ સરકારી પુસ્તકાલયમાં વાંચન માટે નિયનિત્ત પણે આવે છે. જે પ્રેરણાદાયક વાત છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સાબરકાંઠામાં સરકારી જિલ્લા પુસ્તકાલય હિંમતનગર ખાતે આવેલ છે. આ પુસ્તકાલયની સ્થાપના ૧૮-૨-૧૯૭૫ના રોજ થઇ હતી. આ પુસ્તકાલયમાં કુલ 51,950 પુસ્તકો છે. જેમાં ગુજરાતી ભાષાના 16,947, હિન્દી ભાષાના 14,835 , અંગ્રેજી ભાષાના 20,088 અને અન્ય ભાષાઓના 80 પુસ્તકો ઉપલબ્ધ છે. જિલ્લા સરકારી પુસ્તકાલય હિંમતનગરમાં  6030 જેટલી  સભ્યસંખ્યા છે. આ પુસ્તકાલયમાં રોજના 300 થી વધારે વાચકો નિયમિત વાંચન માટે અહીં આવે છે.

સાબરકાંઠા જિલ્લામાં કુલ ચાર સરકારી પુસ્તકાલયો આવેલા છે. જે ખેડબ્રહ્મા,વિજયનગર, પ્રાંતિજ અને જિલ્લા કક્ષાનું પુસ્તકાલય હિંમતનગર ખાતે આવેલ છે. સરકરી જિલ્લા પુસ્તકાલયમાં વિદ્યાર્થી વાંચનાલય, પુસ્તક આપ-લે વિભાગ,  સિનિયર સીટીઝન વિભાગ ,બાળ વિભાગ તથા મહિલા વિભાગ જેવા વિવિધ વિભાગો આવેલા છે. આ વિભાગો પૈકીનું વાંચનાલય વિભાગ સવારે ૮ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું  રહે છે.

આ વિભાગ બેઠક વ્યવસ્થાથી સુસજ્જ હોઈ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનું કામ સહેલાઈથી કરી શકે છે.  સરકારી જિલ્લા પુસ્તકાલય હિંમતનગરના ગ્રંથપાલ જણાવે છે કે પુસ્તકાલયની શરૂઆત થઇ ત્યારે વ્યવસ્થાના આભાવને કારણે વાચકોની સંખ્યા ઓછી આવતી હતી. પરંતુ હવે પુસ્તકાલયમાં વિદ્યાર્થી વાંચનાલય અને સિનિયર સિટિજન જેવા વિભાગોની સારી  વ્યવસ્થા તથા પહેલા કરતા વધુ વાચકવર્ગ પુસ્તકાલયનો લાભ લે છે.

આ પુસ્તકાલયમાંથી દર મહિને 3000 જેટલા પુસ્તકો ઈશ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મદદરૂપ થઇ શકે એવા સાહિત્યો આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. આજના આ સોશિયલ મીડિયાના સમયાગારામાં વિદ્યાર્થીઓ વાંચનનું મહત્વ સમજે  અને વાંચન માટે તેમનો રસ વધે તે માટે જિલ્લા સરકારી પુસ્તકાલય વિવિધ પ્રવૃતિઓ કરે છે.  જેમકે પુસ્તક પ્રદર્શન,નિબંધ લેખન સ્પર્ધા ,વકૃત્વ સ્પર્ધા, સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ઉજવણી, લાઇબ્રેરીયન ડે ની ઉજવણી ,વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી, રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી  વગેરે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામીણ લોકો પણ પુસ્તકાલયનો લાભ લઇ શકે અને વાંચન માટે પ્રેરણા મેળવે તે માટે  સરકારી જિલ્લા  પુસ્તકાલય " ફરતું પુસ્તકાલય " ચલાવે છે. આ ફરતા પુસ્તકાલયમાં જીલ્લા  પુસ્તકાલય તરફથી એક ગાડી દરેક મહિને જિલ્લાના વિવિધ કેન્દ્રોમાં  જાય છે. દરેક કેન્દ્રને મહિને 30 પુસ્તકો આપે છે. આ 30 પુસ્તકો ગ્રામજનો પોતાનું નામ નોંધાવીને વાંચન અર્થે લઇ જાય છે. વાચક પોતે  લઇ ગયેલા પુસ્તકને પરત કરીને બીજા પુસ્તકનો લાભ લઇ શકે છે. ગ્રંથપાલ વધુમાં જણાવે છે કે આજના આ સોશિયલ મીડિયાના જમાનામાં પણ જિલ્લામાંથી સારામાં સારા વાચકો અહીં વાંચન માટે આવે છે જેનો આનંદ છે.