કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.