હાલ ગુજરાતમાં ૨૦૨૨ ની વિધાનસભા ચુંટણી ના પડધમ વાગી રહેલા છે ત્યારે ગરીબ પરીવારથી લયને મધ્યમવર્ગીય પરીવાર સુધીનાઓ માટે સવારથી લયને સાંજ સુધીમાં ઉપયોગ મા લેવાતી ચીજવસ્તુઓ અને ખાદ્ય સામગ્રીઓના વધતા જતા ભાવો ,દરેક જીવનજરૂરી સગવડતાઓ મોંધીદાટ બનતી જાય છે.સોશિયલ મિડિયા મા રોજીંદા લોકો રાંધણગેસ અને પેટ્રોલ ના ભાવો બાબતે ઉહાપોહ મચાવે છે ત્યારે ખરેખર એક સવાલ થાય છેકે શુ ગાડીમાં નાખવાનુ પેટ્રોલ અને રસોઈમા ઉપયોગી રાંધણગેસ શીવાય બધીજ વસ્તુ સસ્તી મળે છે ??? શા માટે રાંધણગેસ અને પેટ્રોલ ના જ વધતા જતા ભાવોની ચર્ચા ઓ થાય છે ??? ખરેખર તો સવારે ઉઠીને ઉપયોગ મા લેવાતા ટુથબ્રશ, સાબુ, શેમ્પુ, ચા, ખાંડ, દુધ, અનાજ, ની સાથોસાથ રસોઈ સામગ્રી મા વપરાતી દરેક ખાદ્ય સામગ્રી ના ભાવો માત્ર છ મહીના પેહલા ના ભાવો સાથે સરખાવશો તો ખબર પડશે કે ખરેખર એક સામાન્ય પરીવાર કે જેઓ રાંધણગેસનો ઉપયોગ નથી કરતા કે નથી પેટ્રોલ મોટરસાયકલ નો ઉપયોગ કરતા તો એમને માટે શુ મોંધવારીનો માર નહી હોય ??? ખરેખર સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી પાસે મોંધવારીના મુદ્દે કોઈ જવાબ નથી... પરંતુ સાથોસાથ એ પણ નરી વાસ્તવિકતા છે અને દુધ જેવી સફેદ હકીકત છેકે વિરોધપક્ષ ગણાતા કોંગ્રેસના મોટાભાગના આગેવાનો ચુંટણી ઓમાં પોતાને જયાસુધી ટીકીટ ન મળે અથવાતો પોતાને જયારે  ફાઈનલ ટીકીટ મળવાની હોય, પોતાનુ એકીચક્ર શાસન પાર્ટીમાં હોય એજ કોંગ્રેસના આગેવાનો પ્રજાની વચ્ચે રહીને વિરોધ કરતા હોય છે... બાકીના આગેવાનો જયાસુધી ફાઈનલ ન થાય ત્યાં સુધી ફોરવ્હીલ કારમાં કાળા કાચ ચડાવીને મતદારોની સામે જોતા પણ નથી ... અને એટલા માટેજ આવા વિચારો ધરાવતા આગેવાનો ને મતદારો સ્વિકારતા નથી અને એટલા માટેજ તેમને વિરોધપક્ષ મા મતદારોજ હંમેશા રખતા હોય છે

હવે જોઈએ આમ આદમી પાર્ટીની વિચારધારાને કે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જયારે જયારે ગુજરાત ના પ્રવાસે આવે છે ત્યારે કાંઈકને કાંઈક જાહેરાત કરીને લોકો માટે એક આશા છોડીને દિલ્હી પાછા ફરે છે... પરંતુ લોકોને અલાદીનનો ચીરાગ આપવાની લાલચ આપનાર આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ સફળ નેતૃત્વ નિભાવી ને પ્રજાલક્ષી, ગરીબલક્ષી, પાયાની પ્રાથમિક સુવિધાઓ બાબતે, સરકાર ના હળહળતા અન્યાય સામે કે પછી અન્ય કોઈપણ મુદ્દે સરકાર ને હંફાવી ને ગરીબોને એનો હક અપાવેલ હોય અને સફળ થયેલા હોય તેવો એકપણ મુદ્દો સામે આવેલ નથી.... 

ધારી વિધાનસભા ની વાત કરીએ તો શહેરી વિસ્તાર ધારીમાં સહુથી પેહલા હોસ્પિટલ ના મુદ્દે કોઈપણ પક્ષ આગળ આવેલ નથી ,હીમખીમડી પરા જેવા પછાત વિસ્તાર ના રહીશોના પાણીવેરા કે ધરવેરા શા માટે લેવામાં આવતા નથી એ મુદ્દે કોંગ્રેસ કે આપ ને ચીંતા નથી... ધારી એક તાલુકા વિસ્તાર છે કે જયાં પાલીકાની તાતી જરૂર છે પરંતુ સત્તાધારી ભાજપથી લયને કોંગ્રેસ અને આપ પણ આ મુદ્દે આગળ આવેલ નથી... ધારીનો ટુરીઝમ સ્થળ તરીકે વિકાસ થય શકે એમ છે પરંતુ સહુકોઈ જાણે છેકે પ્રવાસન ધામનો કેવોક વિકાસ થયેલ છે ??? આ બધી વાતનો જવાબ એકજ છેકે જયા સત્તાધીશોએ આંખ-કાન-અને મો બંધ કરેલ છે એવીજ રીતે વિરોધપક્ષના રાજકીય આગેવાનો જયાસુધી રાજકારણ રમીરમીને ટીકીટ નહી ફાઈનલ કરે ત્યાં સુધી ગરીબ અને સામાન્ય પરીવારને મોંધવારીના મુદ્દે પીસાતુ રહેવુ પડશે