ગુનાની વિગત -શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા રેન્જનાં જિલ્લાઓમાં નાસતા - ફરતા આરોપીઓ ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીના દ્વારા રાજ્ય / જિલ્લાનાં નાસતા - ફરતા આરોપીઓ તથા જે લમાંથી પે - રોલ ફર્લો તથા વચગાળાનાં જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચનાં આપેલ હોય જે અન્વયે શ્રી એસ.એમ.સોની , પોલીસ ઈન્સ્પેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સ્પેક્ટ , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને Ⓒ છો € જુનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા નંબર -૧૧૧૦૩૦૦૩૨૦૦૦૫૩ / ૨૦૨૦૨૦ , આઇ.પી.સી. કલમ- ૪૫૭ , ૩૮૦ , ૧૧૪ મુજબના ગુન્હાના કામેનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો - ફરતો હતો . મજકુર ઈસમને અમરેલી , જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામ - ગરમલી , ગભરૂભાઇ માંજરીયાની વાડીએથી ચોક્કસ અને આધારભુત ખાનગી બાતમીરાહે થી ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે . મજકુર પકડાયેલ ઈસમ અરવિંદ ઉર્ફે ગાંગાભાઇ ખોડાભાઇ રાખોલીયા તથા અબુ ઉર્ફે વૈભવ અશોકભાઇ બાવળીયા નામની વ્યકતિ સાથે મળી ચુડા ગામમાં રહીશ આ કામનાં ફરિયાદીશ્રી રજનીભાઇ વશરામભાઇ ગજેરાની ખોડીયાર આઈસ્ક્રીમ નામની દુકાનમાંથી તા .૦૫ / ૦૩ / ૨૦૨૦ નાં રોજ રોકડ રૂપિયા તથા અન્ય મુદ્દામાલની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી . મજકુર ઈસમને હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે . પકડાયેલ આરોપી અરવિંદ ઉર્ફે ગાંગાભાઇ ખોડાભાઇ રાખોલીયા , ઉ.વ .૪૫ , ધંધો - ખેતીકામ , રહે.મુળ - ચુડા , મોટી પાટી , તા.ભેંસાણ , જિ.જુનાગઢ જી હાલ રહે.ગરમલી , ગભરૂભાઇ માંજરીયાની વાડીએ , તા ધારી , જિ.અમરેલી આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ. સોની , પોલીસ ઈન્સ્પેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા પી.બી.લક્ડ પો.સ.ઈ. એસ.ઓ.જી. , તથા એસ.ઓ.જી. ટીમને જૂનાગઢ જિલ્લાનાં છેલ્લા બે વર્ષથી ધરોડ ચોરીના ગુનાના નાસતા - ફરતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી