સાયલા પોલીસ સર્કલ પાસે વાહન ચેકીંગ કરી હતી આ દરમીયાન યુટીલીટીમાં રહેલા ખાલી બેરલ તપાસ કરતા બાયોડીઝલ જેવું જ્વલનશિલ પ્રવાહીની વાસ આવતી હોય વાહન ચાલકની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં બેરલમાંનું બાયો ડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાયલા-સુદામડા રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસની પાછળ ખાલી કરેલ હોવાનું જણાવ્યું હતુ યુટીલીટીના ચાલક અશ્વિનભાઈ ખોડાભાઈ મોઘરીયા અને ક્લિનરની સીટમાં બેઠેલા રમેશભાઈ અગેસાણીયા સાથે સાયલા પોલીસે સુદામડા રોડ પર આવેલ ઓફિસની પાછળ તપાસ કરતા કોઈ હાજર મળ્યું ન હતું.પરંતુ પોલીસે ઓફીસની પાછળના ભાગે એક બંધ રૂમમાં તપાસ કરતા અંડરગ્રાઉડ ટાંકામાં ચેક કરતા બાયો ડીઝલ જેવું જવલનશીલ પ્રવાહી જોવામાં આવતા જ્વલનશિલ પદાર્થ હેરવી-ફેરવી શકાય તેમ ન હોય તેથી યુટીલીટીમાં રહેલ 200 લીટરની ક્ષમતાના ખાલી બેરલમાં ભરતા તમામ બાયોડીઝલ ભરી લેવામાં આવ્યું હતું. 200 લીટરની ક્ષમતાના કુલ 5 બેરલમાં કુલ 1000 લીટર કી.રૂ.70,000 સહિત કુલ રુ. 1,71,000ના મુદામાલ પોલીસે ઝડપી લીધો હતો.