સુરેન્દ્રનગરના વોર્ડ નં. 11ની જોરાવરનગર વણકર સમાજની વાડી પાસે ઉકરડા અને ગંદકીથી છાત્રાયલયના વિદ્યાર્થીઓ તેમજ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની પાલિકામાં માંગ કરી હતી.સુરેન્દ્રનગરના વોર્ડ નં. 11માં આવેલી જોરાવરનગર વણકર સમાજની વાડીએ સામાજિક પ્રસંગો કરવામાં આવે છે. આ ઉપરાંત વાડીમાં છાત્રાલય ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ પણ રહે છે. પરંતુ આ વાડી પાસે કચરા સહિતના ઉકરડાઓના ઢગલા અને ગંદકીના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાડીએ આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે સુનિલભાઈ રાઠોડે પાલિકામાં રજૂઆત કરી હતી.તેમજ હિંમતભાઈ રાઠોડ, રણજીતભાઈ વાણીયાએ જણાવ્યું કે અમે કલેક્ટર કચેરી,નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ થતો નથી. આ વાડીમાં સામાજિક પ્રસંગ લગ્ન, છાત્રાલય ચાલતી હોય છે. તો વિદ્યાર્થીઓને બહાર હરવા ફરવા પણ મુશ્કેલી પડે છે.આ જાહેર માર્ગ પરથી અમારા સમાજના આવવા-જવાનુ ચાલુ હોય છે. આવા કચરાના ઢગલાથી મચ્છરોનો ઉપદ્રવ સહિતની ગંદકી થતા રોગચાળો સતત ફેલાઈ રહ્યો છે. અને વાડીથી 500 મીટર દૂર રહેતતા લોકો અવારનવાર અહીં કચરાના ઢગલા કરતા હોય છે. આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની વાડીના લોકો દ્વારા માંગ કરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं