અંગદાન અભિયાનને સાંપડી રહેલો પ્રતિસાદ ભાવનગર જિલ્લામાં અંગદાન મહાદાન સુત્રને સાર્થક કરવા લોકો તરફથી સારો પ્રતિસાદ સાંપડયો છે.પરિવારના વ્યકિત બ્રેઇનડેડ થાય તો પરિવારજનો અન્યની જિંદગી બચાવવા માટે આ અભિયાનને સમર્થન આપી રહયાં છે.સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આ અભિયાન અંતર્ગત દિલીપભાઇ દેશમુખ "દાદા"ના અંગદાનના સંકલ્પને સાર્થક કરવા જિલ્લા ઇન્ચાજ અશોકભાઇ ઉલવા દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ રહી છે. સિહોર તાલુકાના સણોસરા ગામ પાસે આવેલ સાંઢિડા મહાદેવ મંદિર મહંત પરિવારના ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દીકરી અંકિતાબેનનું બ્રેઇનડેડ થતાં અમદાવાદ ખાતે સિવિલ હૉસ્પિટલમાં અંગદાન કરાતા ત્રણ વ્યકિતઓને જીવનદાન મળ્યું. સિહોર તાલુકના સાંઢિડા ગામે રહેતા ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દોકરી અંકિતાબેન (ઉ.વ.20)ને લોહીના કણો ઓછાં રહેતાં હોય અમદાવાદ સિવિલની દવા ચાલતી હતી. સણોસરાથી અમદાવાદ જતાં બાળવા પાસે એક્સિડન્ટ થતાં અંકિતાબેનને હેમરેજ થઇ ગયેલ. બાદમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. તા.18 ઓગસ્ટના તેણીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવેલ આથી તેના પરિવારજનોને અંગદાન સમિતિ અને ડૉકટરો દ્વારા તેણીનું અંગદાન કરવા સમજાવવામાં આવેલ. પરિવારજનોની સંમતિથી અંકિતાની બે કોડની અને લિવરનું દાન મળતાં ત્રણ વ્યકિતને જીવનદાન મળેલ. અંગદાન અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ અશોકભાઇ ઉલવા, ડૉ.અનિલભાઇ ત્રિવેદી, આણંદરામબાપુ કાપડી, ડૉ.પ્રશાંતભાઇ આસ્તિક, સણોસરાના સરપંચ હીરાભાઇ સાંબડ,સભ્ય ભગવાનભાઇ સાંબડ સહિતનાઓએ પરિવારની મુલાકાત લીધી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं