બાબરાના સુકવળા ગામે ગાયને બચાવવા જતા માલધારી પ્રૌઢનું નિપજ્યું મોત.બાબરા તાલુકાના સુકવળા ગામે માલધારી રઘુભાઈ રાતડીયા માલઢોર ચરાવતા હતા. ત્યારે ગાય તળાવમાં ડુબવા લાગતા ગાયને બચાવવા જતા માલધારીએ તળાવમાં ઝંપલાવ્યુ હતુ. પરંતુ માલધારી નો પણ પોતાનો પગ લપસતાં માલધારી યુવાન પણ પાણીમાં ગરક થઈ જતાં મોત નીપજતાં આ સમાચાર વાયુ વેગે ગામમાં પ્રસરી જતા ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયુ હતુ.આ શસમગ્ર ઘટનાની જાણ જિ.પં.ના પ્રભાતભાઈ કોઠીવાળ,સરપંચ સનાભાઈ સહિતનાઓ ને થતાં આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને મૃતકના પરિવારને આશ્વાસન આપ્યુ હતુ.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.