સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે  તલોદ-પ્રાંતિજ પ્રાંતકક્ષાના વિશ્વાસથી વિકાસની યાત્રા કાર્યક્ર્મ સાંસદશ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.  

      આ કાર્યક્ર્મમાં સાંસદશ્રી એ જણાવ્યું હતું કેરાજ્યના છેવાડાના વિસ્તારોને તમામ સુવિધાઓ પૂરી પાડી સર્વાંગી વિકાસ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે જે અનુલક્ષીને  ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં વિકાસના કામોસરકારી સેવાઓ અને યોજનાકીય લાભો  જન જન સુધી પહોંચ્યા છે . વિશ્વાસથી વિકાસની આ યાત્રાને આગળ ધપાવવાની નેમ સાથે રાજ્યભરમાં વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે.

      સૌનો સાથ સૌનો વિકાસસૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી આજે સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસ યાત્રા ઉજવણી ઉત્સાહપૂર્વક  થઈ રહયો છે  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જિન સરકારની આગેવાની હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી-લોકોપયોગી કાર્યોને ઝડપથી પ્રમાણિકપણે પૂરા કરવામાં આવી રહ્યા છે. પ્રાંતિજ પ્રાંતમાં આજે થઈ  રહેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામોથી  આ  વિસ્તારમાં લોકોનો આર્થિક-સામાજિક અને શૈક્ષણિક વિકાસ ઝડપી બનશે. સરકાર લોકોની માંગણી અને લાગણી મુજબ વિકાસકામો શરુ કરી સમય મર્યાદામાં પૂરા કરીને લોકોની સુખાકારી વધારવા સતત પ્રયત્નશીલ છે. સરકાર સંપૂર્ણ પારદર્શિતા અને પ્રામાણિકતાથી કામ કરી રહી હોવાનું જણાવી છેવાડાના વિસ્તારોમાં થયેલ સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાકીય ક્ષેત્રે કરેલ  સિદ્ધિઓની  વિસ્તૃત જાણકારી આપી હતી. માહિતી ખાતા દ્રારા તૈયાર કરવામાં આવેલી વિકાસ યાત્રાની ફિલ્મ રજૂ કરાઇ હતી.

      વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પ્રાંતિજ ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડના હસ્તે તલોદ- પ્રાંતિજના રૂ. ૧૩૦,૯૮૦૦૦ ના  ૮૬ કામોના ખાતમૂહર્ત અને રૂ. ૯૧.૬૦ લાખના ૪૭ કામોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વનીકરણતળાવો ઉંડા કરવાના કામોચેકડેમપંચાયત ઘર અને આંગણવાડીના મકાનોબોર અને કુવા રિચાર્જ સ્ટ્રક્ચરગટરલાઇનના કામોપેવર બ્લોકપૂર સંરક્ષણ દિવાલપાણીની પાઇપલાઇનોસી.સી રોડસામૂહિક શૌચાલયસ્નાનઘાટના કામોનો સમાવેશ થાય છે.    

      આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ વર્ષાબાનગરપાલીકા પ્રમુખશ્રીપૂર્વ કાયદામંત્રી શ્રી વી.ડી.ઝાલાપૂર્વ શિક્ષણમંત્રીશ્રી જયસિંહ ચૌહાણશહેર અગ્રણીશ્રી નિત્યાનંદ,પ્રાંત અધિકારીશ્રી ડોડિયાબંન્ને તાલુકાના મામલતદારશ્રીઓતાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ ગામના સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.