સરદાર સરોવરમાંથી નર્મદામાં ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે

હાલના ૧૦ ના બદલે ૧૫ દરવાજા વધુ ઊંચાઈ સુધી ખોલવામાં આવશે
ગાંધીનગર,તા.22
   સરદાર સરોવર ડેમમાંથી હાલમાં ૧૦ દરવાજા ૧.૫૦ મીટર ખોલીને ૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
   ઉપરવાસમાં સતત વરસાદ અને પાણીની આવકને પગલે આજે બપોરના ૧૨ વાગ્યે ૧૦ ને બદલે ૧૫ દરવાજા વધુ ઊંચાઈ સુધી ખોલીને નર્મદા નદીમાં વધુ પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
  હવે ૧૫ દરવાજા ૨.૩૫ મીટર ખોલીને રેડિયલ ગેટમાં થી ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું.આ ઉપરાંત બે જળ વિદ્યુત મથકોમાં થી પણ પાણી નર્મદામાં છોડવામાં આવશે.
  તેના પગલે આર.બી.પી.એચ. સહિત કુલ ૨.૯૪ લાખ ક્યુસેક પાણી નદીમાં વહેશે જેથી નર્મદા ફરી બે કાંઠે વહેશે.તેના અનુસંધાને વડોદરા જિલ્લાના નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાં સંપૂર્ણ તકેદારી રાખવા અને ગામજનોને નદી કાંઠાથી સલામત અંતર જાળવવા જણાવવામાં આવ્યું છે.
**