ભારત દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતનું ગૌરવ અને ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્ર મોદીજીનો આવતીકાલે તારીખ 17-9-2023 ના રોજ 73 મો જન્મદિવસ છે ત્યારે સમગ્ર દેશભરના લોકોમાં તેઓના જન્મદિવસને લઈને અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે જેમાં દેશવાસીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસને અલગ અલગ રીતે ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી પોતાના જીવનમાં હંમેશા યોગને સૌથી વધુ મહત્વ આપી રોજિંદા જીવનમાં પણ યોગને સામેલ કરી પોતે પણ હંમેશા ફીટ રહી સર્વે દેશવાસીયોને ફીટ ઇન્ડિયાનું સૂત્ર આપનાર શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી પ્રેરિત થઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બે દિવસીય યોગ શિબિરની ઉજવણીનું આયોજન કરાયું છે જે અંતર્ગત હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ  વી.એમ. સ્કૂલ ખાતે આજે 16મી ઓગસ્ટ અને આવતીકાલે 17મી ઓગસ્ટ એમ બે દિવસથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ વેહલી સવારે વી.એમ. સ્કૂલના પ્રાંગણમાં શાળાના આચાર્ય સ્ટાફ શિક્ષક ગણ મહાનુભાવો સહિત વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં બે દિવસીય યોગ શિબિરનો શુભારંભ કરી ઉપસ્થિત તમામ લોકોએ  યોગના વિવિધ આસનો  કરી બે દિવસે યોગ શિબિર નો આરંભ કર્યો હતો અને શ્રી નરેન્દ્ર મોદીજીની જન્મદિવસની અનોખી રીતે ઉજવણીનો શુભારંભ કરી તેઓને 73 માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપી આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી.