સુરત પલસાણા ખાતે સંથારાના સંકલ્પ લેનાર 92 વર્ષીય વૃદ્ધ મૃત્યુ નિપજતા વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અવધ શાગ્રીલામાં રહેતા 92 વર્ષીય માંગીલાલ ગન્નાએ સંથારાનો સંકલ્પ લઈ 7 દિવસ સુધી અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો. જેઓની આત્માએ આજે દેહ છોડી દેતા તેમના પાર્થિવ શરીરને ધામધૂમથી વાજતે ગાજતે આજરોજ બારડોલીના કેદારેશ્વર મહાદેવના મંદિર નજીક મુક્તિધામમાં લઇ જવાયા હતા.
પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલ અવધ શાગ્રીલા ખાતે રહેતા 92 વર્ષીય માંગીલાલજી ગન્નાએ સ્વયં દેહ ત્યાગ કરી મોક્ષ મેળવી ભગવાનની સરણમાં જવા માટે નક્કી કર્યું હતું. આચાર્ય ભગવાન શિવ મુનિજી મહારાજ સાહેબ પાસે સંથારો લેવાનો સંકલ્પ કરી ચોવીપાર ઉપવાસ પર ઉતરી ગયા હતા. અને શરીરમાં જીવ હોઈ ત્યાં સુધી અન્ન, જળ, દવા, ફરાળ તમામ વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. આજે 7 દિવસ બાદ તેઓની પવિત્ર આત્માએ દેહ છોડી દીધો હતો. અને તેઓની આત્મા શરીરથી મુક્ત થઈ પરમાત્માના ચરણોમાં સ્થાન પામી હતી. ત્યારે તેઓના પાર્થિવ દેહની સંથારા ની સાધના પૂર્ણ કરી આત્મા મુક્ત થઈ પરમાત્માના ચરણોમાં સ્થાન પામેલ છે જેમની પાલખી નવકાર મંત્રના નાદ સાથે અવધ સાંગ્રિલામાં ફરી આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેઓના દેહને ધામધૂમથી વાજતે ગાજતે બારડોલીના પવિત્ર ધામ એવા કેદારેશ્વર મંદિર નજીક મુક્તિધામ લઈ જવાયા હતાં.