SURAT: જિલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખની ધરપકડ.
જો વાત કરીએ સુરત શહેરની તો, સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન (SDCA)ના પ્રમુખ અને શહેરના જાણીતા વ્યક્તિની આજે આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જે પોતે ક્રિકેટ એસો.ના પ્રમુખ છે. તેમના દ્વારા સગાં-સંબંધીઓ સાથે આચરવામાં આવેલી છેતરપિંડી અને પદનો દુરૂપયોગ કરવાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે.